ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ 1-2 સહિતની તમામ સરકારી કચેરીઓમાં કોરોના પહેરો

29 May 2020 06:15 PM
Ahmedabad Gujarat
  • ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ 1-2 સહિતની તમામ સરકારી કચેરીઓમાં કોરોના પહેરો

રાજ્ય સરકારે હવે ગાંધીનગરમાં પણ સ્વર્ણિમ સંકુલ 1-2માં તથા અન્ય તમામ સરકારી કચેરીઓમાં 100 ટકા હાજરી સાથે કામકાજ શરુ કરવાની તૈયારી કરી છે. અને સોમવારથી તે અમલી બની જશે. અત્યાર સુધી મુખ્યમંત્રી પોતાના બંગલા પરથી જે રીતે રાજ્યનું સંચાલન કરતા હતા તેઓ પણ સ્વર્ણિમ સંકુલ-1માં સીએમઓ આવી જશે અને અન્ય મંત્રીઓ પણ તેમની કેબીન સંભાળી લેશે. હાલ ગાંધીનગરમાં મંત્રીઓને કેબીનને વાઈરસ મુક્ત કરવા માટે સેનીટાઈઝનું કામકાજ શરુ કરી દેવામાં આવ્યું છે જો કે મુલાકાતીઓને પ્રવેશ અપાશે પરંતુ તેમાં કોરોના પહેરો હશે એટલે કે સ્વર્ણિમ સંકુલ સહિત સચિવાલય સહિતની તમામ કચેરીઓમાં પ્રવેશદ્વાર પાસે થર્મલ ગન સાથે કર્મચારીઓ તૈનાત હશે. સેન્ટ્રલ રજીસ્ટ્રી ચાલુ કરાશે અને તેમાં કોરોનાના જરાપણ લક્ષણ ધરાવતા હશે તેને પ્રવેશ અપાશે નહીં ઉપરાંત હવે સૌથી મોટી ચિંતા સરકારી કચેરીઓમાં સોશ્યલ ડિસ્ટન્સ જાળવીને વ્યવસ્થા કરવાની છે અને દરેકના વિભાગના અધિકારીઓને તે કેમ કરી શકાય તે માટે પ્લાન બનાવવા કહેવાયું છે જો કે હાલ અમદાવાદના ક્ધટેનમેન્ટ એરીયામાં જે લોકો રહે છે અને ગાંધીનગરમાં કામ કરે છે તેઓને ફરજ પર નહીં આવવા જણાવી દેવાયું છે.


Related News

Loading...
Advertisement