ગુજરાત ભાજપા મીડિયા સેલ પર પહેરો મૂકી દેવાયો ?

29 May 2020 06:12 PM
Ahmedabad Gujarat
  • ગુજરાત ભાજપા મીડિયા સેલ પર પહેરો મૂકી દેવાયો ?

ચાર દિવસ પહેલા જે રીતે ગુજરાત યુવા ભાજપના પ્રમુખ ઋત્વીક પટેલ અને તેના કેટલાક સાથીદારોએ ટવીટર પર મીડિયા સામે જે ઝુંબેશ ચલાવી તેના ઘેરા પ્રત્યાઘાત ભાજપમાં પડયા છે. એક તરફ સરકાર કોરોનાનો મુકાબલો કરવામાં હાફી રહી છે અને મીડિયા આક્રમક રીતે સરકારને ઉભા પગે રાખી રહી છે તે વચ્ચે યુવા ભાજપના પ્રમુખ અને ધારાસભ્યો સહિત કેટલાક નેતાઓએ મીડિયા સામેની આ ઝુંબેશ અને ભાજપમાં જે આંતરિક રાજકારણ છે તેને જોડી દીધું હતું અને તે રીતે એક તીરથી બે નિશાન તાકવા પ્રયત્ન કર્યો હતો પણ મુખ્યમંત્રી વિજય રુપાણી સાવધ થઇ ગયા છે અને હવે ગુજરાત ભાજપમાં મીડિયા સેલમાં પક્ષના વર્તમાન ઉપપ્રમુખ સંઘમાંથી ડેપ્યુટ થયેલા ભાર્ગવ ભટ્ટને મીડિયાની જવાબદારી સોંપી છે. જો કે ટવીટર ઝુંબેશ એ ભાજપની આઈટી સેલનું દુ:સાહસ હતું. તેનું ઓપરેશન પણ આગામી સમયમાં કરાશે. પરંતુ હવે મીડિયાને લગતી કોઇપણ બાબત હશે તો તે ભાર્ગવ ભટ્ટને પૂછ્યા વગર આગળ વધી નહીં શકાય. ભાજપના આંતરિક સુત્રોએ કહ્યું કે અગાઉની ટવીટર ઝુંબેસને પક્ષના બે વરિષ્ઠ નેતાના આશીવાદ હતા જેમાં એક નેતા લાંબા સમયથી પ્રવક્તા તરીકે પણ નિષ્ક્રીય કરી દેવાયા છે. એકંદરે મીડિયામાં મેચ્યોર ગણાતા ઇન્ચાર્જને યથાવત રખાયા છે પરંતુ હવે મુખ્યમંત્રીના વિશ્ર્વાસુ ગણાતા ભાર્ગવ ભટ્ટ પક્ષના મીડિયા નિર્ણયને ફિલ્ટર કરીને જ આગળ વધશે. આાઈટી સેલને પણ સોશ્યલ મીડિયામાં કોઇપણ ઝુંબેશ માટે હાલ પ્રતિબંધ મૂકી દેવાયો છે.


Related News

Loading...
Advertisement