રાજકોટમાં કરોડો રૂપિયાની જીએસટી વસૂલાત તેમજ પાન-બીડી-તમાકુના કાળાબજાર અટકાવવા મામલતદાર-19 ના. મામલતદારો જીએસટીના હવાલે

29 May 2020 05:50 PM
Rajkot Saurashtra
  • રાજકોટમાં કરોડો રૂપિયાની જીએસટી વસૂલાત તેમજ પાન-બીડી-તમાકુના કાળાબજાર અટકાવવા મામલતદાર-19 ના. મામલતદારો જીએસટીના હવાલે

રાજકોટ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને રાજ્ય વેરા કમિશનર વર્તુળ-23 દ્વારા કર્મચારીઓ ફાળવવા કરેલી દરખાસ્ત સંદર્ભે કરેલો હુકમ : અધિકારીઓ-કર્મચારીઓ ઉતરી પડ્યા

રાજકોટ,તા. 29
રાજકોટ શહેર સહિત જિલ્લાભરમાં રાજ્ય વેરાની વસુલાત કરવા રાજકોટ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને એક મામલતદાર સહિત 19 ના. મામલતદારોને જીએસટી વસૂલાત તેમજ પાન-સોપારી-બીડી-તમાકુના સ્ટોક વેરીફીકેશન તેમજ કરચોરી ઝડપી લેવા રાજ્ય વેરા વિભાગના હવાલે કરતો હુકમ કરતાં ખળભળાટ મચી ગયો છે.

રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરીના સુત્રોના જણાવ્યા મુજબ રાજકોટ સહિત જિલ્લાભરમાં રાજ્ય વેરાની લાખો રુપિયાની વેરા વસૂલાત કરવા માટે મેજીસ્ટ્રેરીયલ પાવર આપી રાજકોટ જિલ્લા કલેક્ટરે દક્ષિણ વિભાગનાં મામલતદાર દંગી સહિત 19 ના. મામલતદારોને રાજ્ય વેરા કમિશનર વર્તુળ-23ના હવાલે કરતો હુકમ કર્યો છે. જે આ નીચે મુજબ છે.

ક્રમ કર્મચારીનું નામ હોદો
1 એચ.ડી. પરસાણીયા પુરવઠા ઇન્સ્પેક્ટ્ર
2 કિરીટસિંહ ઝાલા પુરવઠા નિરીક્ષક
3 એ.જી. જાડેજા પુરવઠા નિરીક્ષક
4 આર.એમ. રાઠોડ પુરવઠા નિરીક્ષક
5 એ.ડી. મોરી પુરવઠા નિરીક્ષક
6 ડો. તેજ બાણુગરીયા ના. મામલતદાર
7 વી.બી. મારુ ના. મામલતદાર
8 વી.બી. ગઢવી ના. મામલતદાર
9 એચ.બી. મકવાણા ના. મામલતદાર
10 એમ.જે. ધામેલીયા ના. મામલતદાર
11 જીતેન્દ્ર દેકાવાડીયા ના. મામલતદાર
12 એસ.જે. જોશી ના. મામલતદાર
13 એચ.એસ. સોલંકી ના. મામલતદાર
14 આર.કે. કાલીયા ના. મામલતદાર
15 મહેન્દ્રસિંહ જાડેજા ના. મામલતદાર
16 જે.બી. જાડેજા ના. મામલતદાર
17 વી.એસ. ચુડાસમા ના. મામલતદાર
18 એચ.જે. જાડેજા ના. મામલતદાર
19 એસ.એચ. લશ્કરી ના. મામલતદાર

દરિમયાન, જિલ્લા કલેક્ટર કચેરીના સુત્રોએ વધુમાં જણાવ્યું હતું કે આ તમામ ના. મામલતદારો લાંબા સમયથી રાજ્ય વેરા કમિશનર વર્તુળ કચેરી-23ની કરોડો રુપિયાની જીએસટી વસૂલાત તદઉપરાંત પાન-બીડી-તમાકુ-સોપારી વગેરેની કાળાબજાર તેમજ વેચાણવેરાની કરચોરી પકડી પાડવા માટે આ તમામ કર્મચારીઓને મામલતદાર દક્ષિણ વિભાગના દંગીના માર્ગદર્શન હેઠળ કામગીરી કરવાની રહેશે તેવું અંતમાં ઉમેર્યું હતું.


Related News

Loading...
Advertisement