કોલીથડમાં કોરોના યોધ્ધાને માસ્ક વિતરણ

29 May 2020 05:19 PM
Rajkot
  • કોલીથડમાં કોરોના યોધ્ધાને માસ્ક વિતરણ

કોલીથડ (ગોંડલ) ગામના વતની અને ગુજરાત સ્ટેટ સ્મોલ ન્યુઝ પેપર એડીટર કાઉન્સીલનાં મહામંત્રી તથા એજ્યુકેશન ગાઈડન્સ સાપ્તાહિકના તંત્રી તેમજ શમ્સ સ્કૂલ રાજકોટના સંચાલક એચ.એ. નકાણીએ તા. 27નાં તેમના વતનની મુલાકાત લીધી હતી. આ તકે ગ્રામ પંચાયતના સરપંચ ગોપાલભાઇ સાવલીયા, તલાટી કમ મંત્રી તથા સમગ્ર સ્ટાફ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વતનનું ઋણ અદા કરવાની ભાવના સાથે શ્રી નકાણીએ સમગ્ર સ્ટાફગણને એન-95 માસ્ક વિતરણ કરી કોરોના વોરીયર્સનો ઉત્સાહ વધાર્યો હતો.


Related News

Loading...
Advertisement