રાજકોટમાં બહારથી આવતા લોકોને કવોરન્ટાઇન કરવા ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડ.ની માંગણી

29 May 2020 05:18 PM
Rajkot
  • રાજકોટમાં બહારથી આવતા લોકોને કવોરન્ટાઇન કરવા ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડ.ની માંગણી

ગુજરાતના અન્ય જિલ્લાઓમાં આવતા વ્યકિતઓનું રજીસ્ટ્રેશન ફરજીયાત બનાવી સંક્રમણ અટકાવો

રાજકોટ તા.29
રાજકોટ મહાનગરમાં એક તરફ કોરોના સંક્રમણ અટકાવવા વહિવટી તંત્ર અને મનપા તંત્ર સંયુકત રીતે કામગીરી હાથ ધરી છે. સાથે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા બહાર ગામ રાજકોટમાં પ્રવેશતા લોકોને તકેદારીનાં ભાગરૂપે ફરજીયાત કવોરેન્ટાઇન કરવા જિલ્લા કલેકટર અને મનપા કમિશ્નરને રજુઆત કરી છે.
રજુઆતમાં જણાવ્યા પ્રમાણે લોકડાઉનના ચોથા તબક્કાનાં અંતિમ દિવસોમાં સરકારે થોડી છુટછાટો આપી છે. ત્યારે આંતર જિલ્લાઓ અને મુંબઇ મહારાષ્ટ્ર સહિતનાં રાજયોમાંથી બેરોકટોક લોકો રાજકોટ મહાનગર વિસ્તારમાં પ્રવેશી રહ્યા છે. તેઓને ઉપરાંત મુંબઇ, સુરત, અમદાવાદ, વડોદરા, ભાવનગરથી આવતા લોકોને ફરજીયાત કવોરન્ટાઇન કરવા અતિ જરૂરી છે. તેમનો ચેપ અને સંપર્ક જોખમી હોય છે. ત્યારે બહાર ગામથી આવતા તમામ નાગરિકોનું નામ સાથેનું ફરજીયાત રજીસ્ટ્રેશનની વ્યવસ્થા કરવી જોઇએ. જરૂર પડયે પેનલ્ટીની જોગવાઇ કરવી જોઇએ તો બીજી તરફ તમામ શેર-ગલી મહોલ્લા અને સોસાયટીવાસીઓને જાણ કરવા સૂચના આપવી જોઇએ. વેપાર-ઉદ્યોગો ફરી શરૂ થઇ રહ્યા છે. ત્યારે શ્રમિકો પણ પરત આવશે તે સમયે પરિસ્થિતિ વિકટ બની શકે તેમ હોય કવોરન્ટાઇનનો કડક અમલ કરાવવા માંગણી પ્રમુખ વી.પી.વૈષ્ણવ, ઉપપ્રમુખ પાર્થ ગણાત્રાએ ઉઠાવી છે.


Related News

Loading...
Advertisement