સેમ-2 અને 4ના છાત્રોનો આંતરીક ગુણ તા.3 સુધીમાં મોકલી આપવા કોલેજોને યુનિ.ની તાકીદ

29 May 2020 05:10 PM
Rajkot Saurashtra
  • સેમ-2 અને 4ના  છાત્રોનો આંતરીક ગુણ તા.3 સુધીમાં મોકલી આપવા કોલેજોને યુનિ.ની તાકીદ

પરીક્ષા વિભાગ દ્વારા ઇન્ટરગુણની એન્ટ્રીની કામગીરી શરૂ

રાજકોટ તા.29
સૌરાષ્ટ્ર યુનિ.ના પરીક્ષા વિભાગ દ્વારા સેમેસ્ટર-2 અને 4ની પરીક્ષાઓના ઇન્ટરનલ ગુણની એન્ટ્રી શરૂ કરવામાં આવી હોય યુનિ.સંલગ્ન કોલેજોને આ ઇન્ટરનલ ગુણ મોકલી આપવા તાકીદ કરી દેવામાં આવેલ છે.

અહીં એ ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસની મહામારીના કારણે સ્નાતક કક્ષાના સેમ-2 અને 4 વિદ્યાર્થીઓને મેરીટ બેઇઝ પ્રોગ્રેસીવ સર્ટીફિકેટ આપવાનો નિર્ણય લેવાયો છે.

ત્યારે હવે સૌરાષ્ટ્ર યુનિ. સંલગ્ન કોલેજોએ સેમ-2 અને 4ના વિદ્યાર્થીઓના ઇન્ટરનલ ગુણ તા.3/6 સુધીમાં યુનિ.ના પરીક્ષા વિભાગને ઓનલાઇન મોકલી આપવા તાકીદ કરાયેલ છે. જે કોલેજોએ અગાઉ વિદ્યાર્થીઓના આંતરીક ગુણ મોકલી આપેલ છે તેને ફરી એન્ટ્રી કરવાની રહેતી નથી.


Related News

Loading...
Advertisement