સિવિલ હોસ્પિટલ તબીબોના રાજીનામાનું પ્રકરણ ગાંધીનગર પહોંચ્યુ

29 May 2020 05:08 PM
Rajkot Saurashtra
  • સિવિલ હોસ્પિટલ તબીબોના રાજીનામાનું પ્રકરણ ગાંધીનગર પહોંચ્યુ

મેડિસીન વિભાગના ડો. ગઢવીની બદલી કરતા તેના સમર્થનમાં 10 તબીબોએ રાજીનામા ધર્યા: તબીબોના રાજીનામાની ગાંધીનગર ઇ-મેઇલ કરી જાણ કરાઇ: કલેકટરને આવેદન આપ્યા બાદ રાજીનામા ધરી દીધા : દસ પૈકી બે તબીબ હાલ અમદાવાદ ફરજ પર : અન્ય ડોકટર પણ પોતાની ફરજ ચાલુ રાખશે

રાજકોટ તા 29
રાજકોટમાં સિવિલ હોસ્પિટલના મેડિસિન ડિપાર્ટમેન્ટના પ્રોફેસર - હેડ ડો. એસ.કે. ચારણગઢવીની ઓચિંતા ભાવનગર બદલી કરી નાંખતા રાજ્ય સરકારના આ આદેશથી અસંતોષની લાગણી સાથે સિવિલના 10 તબીબોએ રાજીનામાં આપી દીધા હતા.આ પ્રકરણ હવે ગાંધીનગર સુધી 5હોંચ્યુ છે.તબીબોના રાજીનામાં અંગે ગાંધીનગર ઇ મેઈલથી જાણ કરવામાં આવી છે.

મેડિકલ કોલેજના મેડિસિન વિભાગના વડા ડો. એસ.કે. ગઢવીની ભાવનગર બદલી કરતો હુકમ કરતા ગઈકાલ તબીબોમાં હોબાળો મચી ગયો હતો.સવારથી સોશ્યલ મીડિયામાં મેસેજ વાયરલ થવા લાગ્યો કે બદલી રોકવામાં નહીં આવે તો દસ તબીબો રાજીનામાં આપી દેશે. આ દસ તબીબમાં ડો. એ.પી. ત્રિવેદી, ડો. એમ.એન. અનડકટ, ડો. આર.એમ. ગંભીર, ડો. એમ.ડી. પંચાલ, ડો. ડી.એ. બુધરાણી, ડો. એમ.એસ. ભપલ, ડો. એચ.એન. મકવાણા, ડો. એમ.એમ. રાઠોડ અને ડો. પી.એસ. પાટીલનો સમાવેશ થાતો હતો.

ગઈકાલ બપોરે મેડિસિન વિભાગના તબીબો ડીનને મળ્યા બાદ જિલ્લા કલેક્ટર કચેરીએ જઇને કલેક્ટરને રજૂઆત કરી હતી.બાદમાં સાંજે આ તબીબોએ રાજીનામાં આપી દીધા હતાં. એક તરફ કોરોનાની મહામારી ચાલી રહી છે સૌરાષ્ટ્રભરમાથી દર્દીઓ રાજકોટ અવતા હોઈ આવા સંજોગોમાં રાજકોટમાં એક સાથે દસ તબીબોના રાજીનામાંથી ભારે ચર્ચા જાગી છે.આ બાબતે ગાંધીનગર ઇ મેઈલ મારફત ડોકટરના રાજીનામાં અંગે જાણ કરવમાં આવી છે.

રાજીનામાં આપનાર ડોકટરમાંથી બે તબીબો હાલ અમદાવાદમ કોવિડ 19 હોસ્પિટલમાં ફરજ પર છે.તેમજ અન્ય આઠ તબીબોએ પણ પોતાની ફરજ ચાલુ રાખશે તેવુ જણાવ્યું હતું.

બીજી તરફ ગઈકાલ એવા પણ આક્ષેપો થયા હતા કે એલોપથી ડોકટર પાસે આયુર્વેદિક સારવાર કરાવવાની ફરજ પાડવામાં આવી રહી છે.પરંતુ તે બાબતે એવી સ્પષ્ટતા થઈ હતી કે, આયુર્વેદ સારવાર માટે સરકારના આયુષ્ય મંત્રાલય દ્વારા ખાસ ડોક્ટરની નિમણૂક કરવામાં આવી છે.

ડો.ગઢવીની બદલી રદ કરી દેવાઈ તેવી ચર્ચા
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મેડિશન વિભાગના એચ.ઓ ડી અને 25 વર્ષથી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવનાર ડો.ગઢવીની એકાએક બદલી કરી દેવામા આવતા 10 તબીબોએ રાજીનામાં આપી દીધા છે.

ત્યારે વિશ્વાસપાત્ર સુત્રોમાંથી એવી વાત જાણવા મળી રહી છે.કે હાલની સ્થિતિને જોતા ડો.ગઢવીની બદલીનો નિર્ણય રદ કરી દેવાશે તેમજ તબીબોને પણ સમજાવી રાજીનામાં પરત ખેંચી લેવા સમજાવાશે.ડો.ગઢવીને નિવૃત્તિમાં બે વર્ષનો સમય બાકી હોવાનું જાણવા મળ્યું છે.


Related News

Loading...
Advertisement