એસ.ટી.નાં સરકાર પાસેના રૂા.1800 કરોડના લેણાની પઠાણી ઉઘરાણી!

29 May 2020 04:55 PM
Ahmedabad Gujarat
  • એસ.ટી.નાં સરકાર પાસેના રૂા.1800 કરોડના લેણાની પઠાણી ઉઘરાણી!

નિગમની આર્થિક સ્થિતિ કથળી છે, ત્યારે બાકી સરકારી લેણા તાકીદે ચુકવવા એસ.ટી. કર્મચારી મહામંડળનો મુખ્યમંત્રીને પત્ર

ગાંધીનગર, તા. 29
એસટી નિગમના બાકી નિકળતા 1800 કરોડનું લેણું સત્વરે ચુકવવા મુખ્યમંત્રી વિજય રુપાણી સમક્ષ માંગણી કરવામાં આવી છે.ગુજરાત રાજ્ય એસટી કર્મચારી મહામંડળે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. જેમાં ઉલ્લેખ કર્યો છે કે કોરોના વાયરસની મહામારી વચ્ચે એસ.ટી.નિગમના કર્મચારીઓ માટે આર્થિક પેકેજ જાહેર કરવામાં આવે કારણકે નિગમ પાસે પૈસા ન હોવાના કારણે હવે આર્થિક સ્થિતિ કથળી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
નોંધનીય છે કે રાજય સરકાર પાસે એસ. ટી. નિગમને 1800 કરોડ લેવાના બાકી હોવાનો પત્રમાં દાવો કર્યો છે. જેમાં શિક્ષણ વિભાગ પાસે થી 1100 કરોડ, વાહનવ્યવહાર વિભાગ પાસે થી 600 કરોડ, સમાજ સુરક્ષા વિભાગના 20 કરોડ, અને સી.સી. વાહનોના 25 કરોડ મળી કુલ 1800 કરોડ જેટલી રકમ લેણા નીકળતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
ગુજરાત રાજ્ય એસ.ટી. કર્મચારી મહા મંડળ એ મુખ્યમંત્રી ને વિશેષ પત્ર લખી માગણી સાથે આક્ષેપ કર્યો છે કે રાજ્ય સરકાર જુદી જુદી યોજનાઓ હેઠળ ભાડામાં રાહત તો આપે છે જેનાથી એસટી નિગમને પણ મોટું નુકસાન વેઠવું પડે છે એટલું જ નહીં એસટી નિગમ દ્વારા રાજ્ય સરકાર પાસેથી લેવાના થતા નાણા સમયસર નહીં મળવાના કારણે એસટી નિગમની આર્થિક સ્થિતિ કફોડી બની ગઈ છે .
તો બીજી તરફ રાજ્ય સરકારના મહત્વના વિભાગો પાસેથી પણ એસટી નિગમની લેવાના નીકળતા પૈસા સમયસર હજુ સુધી મળ્યા નથી આ અંગેનો ઉલ્લેખ માં મહામંડળના હોદ્દેદારોએ જણાવ્યું છે કે મુખ્યત્વે શિક્ષણ વિભાગના 1100 કરોડ રૂપિયા નિગમને હજુ સુધી મળ્યા નથી જ્યારે વાહન વ્યવહાર ખાતાના 600 કરોડ રૂપિયા ઉપરાંત સમાજ સુરક્ષા ખાતા પાસેથી 20 કરોડ તેમજ સી.સી.વાહનોનાં બાકી લેણા 25 કરોડ એમ કુલ મળી 1800 કરોડ ની બાકી નીકળતી રકમ એજે એસટી નિગમને લેણા નીકળે છે. તે હજુ સુધી મળ્યા નથી. જ્યારે આવડી મોટી રકમ નહીં મળવાના કારણે પણ હાલની સ્થિતિએ એસ.ટી.નિગમની આર્થિક સ્થિતિમાં કફોડી બની ગયો હોવાનો આક્રોશ પત્રમાં વ્યક્ત કર્યો છે .
આ ઉપરાંત પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે છેલ્લા બે મહિના કરતાં પણ વધુ સમયથી કોરોનાવાયરસ ની મહામારી અને લોક ડાઉન વચ્ચે એસટી નિગમને દૈનિક 7 કરોડ રૂપિયાની જંગી આવક ગુમાવવી પડી છે. પરિણામે નિગમ આજે ગંભીર સ્થિતિ તરફ જઈ રહ્યું છે. ત્યારે રાજ્ય સરકાર પાસેથી એસટી નિગમને લેવાના થતા બાકી લેણા સત્વરે ચૂકવવામાં આવે ઉપરાંત એસ.ટી.નિગમના 50 હજાર કામદારો અને તેના પરિવારને લક્ષમાં રાખીને રાજ્ય સરકાર આર્થિક મોટા પેકેજની જાહેરાત કરે તેવી વિનંતી છે.


Related News

Loading...
Advertisement