રાજકોટ GST વિભાગની મોબાઇલ ચેકીંગ સ્કવોડ પણ સક્રિય! 8 ટ્રકો ઝડપી લેવાયા

29 May 2020 04:55 PM
Rajkot Saurashtra
  • રાજકોટ GST વિભાગની મોબાઇલ ચેકીંગ સ્કવોડ પણ સક્રિય! 8 ટ્રકો ઝડપી લેવાયા

ઇ-વે બીલ વિના પસાર થતા ટ્રકોમાં તમાકુ, સોપારી, બીડી, સ્વીટ, ડ્રાયફૂટ સહિતનો માલ : લાખો રૂા.નાં વેરાની વસુલાતની શકયતા

રાજકોટ તા.29
રાજકોટ જીએસટી વિભાગની અન્વયેષણ વિંગની સાથો સાથ હવે મોબાઇલ ચેકીંગ સ્કવોડ પણ સક્રિય બની છે અને રાજકોટ જીએસટી વિભાગનાં ડિવીઝન 10 અને 11ની ટીમોએ એક સંયુકત ઓપરેશન હાથ ધરી અને ઇ-વે બીલ વિના પસાર થતા 8 જુદા-જુદા ટ્રકોને ઝડપી લઇ અને વેરો તથા દંડની વસુલાત કરવા કાર્યવાહી હાથ ધરી હોવાનું રાજકોટ જીએસટી વિભાગનાં સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

આ અંગેની સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વધુ વિગતો મુજબ રાજકોટ જીએસટી વિભાગને બાતમી મળી હતી કે અમુક ટ્રકો ઇ-વે બીલ વિનાનાં નિકળ્યા છે. આથી રાજકોટ જીએસટીનાં ડિવીઝન-10 અને 11ની સંયુકત ટીમોએ કમ્બાઇન્ડ રીતે રાજકોટ જિલ્લા ઉપરાંત જામનગર, ગોંડલ, મોરબી અને કચ્છનાં હાઇવે ઉપર અને ચેકપોસ્ટ આજુબાજુમાં વોચ ગોઠવી હતી અને ગઇકાલ સવારથી મોડી રાત્રી દરમ્યાન ચેકીંગ હાથ ધરી અને ઇ-વે બીલ વિના પસાર થઇ રહેલા તથા ઇ-વે બીલોમાં જુદી-જુદી ક્ષતિઓ બદલ જુદી-જુદી વેપારી પેઢીઓનાં સિરામીક મીઠાઇ, ડ્રાયફૂટ, બિડી, સોપારી, તમાકુ ચા અને એરક્ધડીશનર ભરેલા 8 ટ્રકોને ડીટેઇન કરી લેવામાં આવ્યા હતાં.

આ તમામ ટ્રકોને જપ્ત કરી જીએસટી તંત્રએ વેરો તથા દંડની આકરણીની કાર્યવાહી શરૂ કરી છે. આ આકરણીનાં અંતે જીએસટી તંત્રને લાખો રૂપિયાની વસુલાત વેરો તથા દંડ પેટે થાય તેવી શકયતા હોવાનું જીએસટીનાં સૂત્રોએ જણાવેલ હતું.


Related News

Loading...
Advertisement