શેરબજારમાં તેજીની હેટ્રીક: પ્રારંભીક ગાબડા બાદ ઉછાળો: સેન્સેકસ 255 પોઈન્ટ ઉંચકાયો

29 May 2020 04:53 PM
Business
  • શેરબજારમાં તેજીની હેટ્રીક: પ્રારંભીક ગાબડા બાદ ઉછાળો: સેન્સેકસ 255 પોઈન્ટ ઉંચકાયો

નિફટી 9500 ને વટાવી ગયો: ઓટો-પેટ્રોલીયમ શેરો ઝળકયા

મુંબઈ: શેરબજારમાં આજે સતત ત્રીજા દિવસે તેજીનો માહોલ હતો. સેન્સેકસ 255 પોઈન્ટ ઉંચકાયો હતો. જયારે નિફટી 9500 ની સપાટી કુદાવી ગયો હતો.શેરબજારમાં શરૂઆત નબળા ટોને હતી. વૈશ્ર્વીક મંદીથી મોટાભાગનાં શેરોમાં ગાબડા હતા. બપોર સુધી માર્કેટ દબાણ હેઠળ હતું. ત્યારબાદ નવેસરથી લેવાલીનો દોર શરૂ થતાં તેજીનો સળવળાટ આવી ગયો હતો. વિદેશી નાણાસંસ્થાઓની ખરીદીના આંકડા આવતા સારી અસર થઈ હતી.
શરેબજારમાં આજે ફાર્મા, ઓટો તથા પેટ્રોલીયમ શેરોમાં આકર્ષણ હતું ઈન્ડીયન ઓઈલ ભારત પેટ્રો મારૂતી બજાજ ઓટો, સીપ્લા,વિપ્રો, ઓએનજીસી એચડીએફસી, એચડીએફસી બેંક, હિન્દ લીવર આઈટીસી, લાર્સન, અદાણી પોર્ટ, ભારતી એરટેલ, રીલાયન્સ ટીસીએસ, એકસીસ બેંક નબળા હતા.
મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ 255 પોઈન્ટના સુધારાથી 32456 હતો જે ઉંચામાં 32462 તથા નીચામાં 31823 હતો. નીફટી 99 પોઈન્ટ વધીને 9589 હતો જે ઉંચામાં 9592 તથા નીચામાં 9376 હતો.


Related News

Loading...
Advertisement