અમદાવાદની સમરસ હોસ્ટેલમાંથી કોરોના દર્દી ફરાર થતાં ખળભળાટ

29 May 2020 04:52 PM
Ahmedabad Gujarat
  • અમદાવાદની સમરસ હોસ્ટેલમાંથી કોરોના દર્દી ફરાર થતાં ખળભળાટ

કોરોના પોઝીટીવનાં નાસી છૂટવાનો વધુ એક બનાવ: દર્દીઓની કાળજી સામે સવાલ ઉઠયા

અમદાવાદ તા.29
અત્રે ગુજરાત યુનિ.કેમ્પસમાં સ્થિત સમરસ હોસ્ટેલમાં કોવિડ-19 કેર સેન્ટરમાંથી કોરોના પોઝીટીવ દર્દી મોડી રાત્રે ફરાર થતાં ખળભળાટ મચી ગયો છે. પોલીસે દર્દીને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.
આ અંગેની વિગત મુજબ બાપુનગરનાં ગરીબનગર ચાર રસ્તા પાસે રહેતા એક યુવકને તા.26 ના રોજ કોરોના પોઝીટીવ, રિપોર્ટ આવતા તેને સમરસ હોસ્ટેલમાં કોવિડ સેન્ટરમાં રાખવામાં આવ્યો હતો.
જયારે મોડી રાત્રે ડોકટરો દર્દીઓની વિઝીટમાં નીકળ્યા ત્યારે આ કોરોના પોઝીટીવ યુવક ગાયબ થઈ ગયો હેતો. જેની તપાસ કરવા છતાં ન મળતા હોસ્ટેલની સિકયુરીટી સામે સવાલ ઉભા થયા છે.
કોરોના દર્દી ભાગી જવાની આ બીજી ઘટના બની છે.
ત્યારે દર્દીઓની કાળજી સામે પણ સવાલ ઉભા થયા છે. પોલીસે દર્દીની શોધખોળ આદરી છે.


Related News

Loading...
Advertisement