લફરાની જાણ પતિને થઇ જતાં પત્નીએ ઝેરી દવા ગટગટાવી લીધી

29 May 2020 04:25 PM
Rajkot Crime
  • લફરાની જાણ પતિને થઇ જતાં  પત્નીએ ઝેરી દવા ગટગટાવી લીધી

છેલ્લા એકાદ વર્ષથી પત્ની યુપીના શખ્સ સાથે ફોન પર વાતચીત કરતી હતી : પતિનો આક્ષેપ : સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝનો બનાવ

રાજકોટ તા.29
ગોંડલ રોડ સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝ-4માં રહેતી એક નેપાળી પરિણીતાએ ઝેરી દવા પી લેતા તેને સારવાર અર્થે સિવિલમાં ખસેડવામાં આવી છે. તેના પતિએ જણાવ્યું કે પત્નીને અન્ય સાથે લફરૂ હોવાથી તેને ઠપકો આપતાં પગલુ ભરી લીધુ હતું.
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝ-4માં રહેતા મંજુબેન સુખદેવભાઇ નેપાળી (ઉ.વ.32) નામના મહિલાએ ઝેરી દવા પી જતાં તેને સારવાર અર્થે સિવિલમાં ખસેડવામાં આવી છે. તેના પતિ સુખદેવે જણાવ્યું હતું કે પત્ની અંજુને યુપીમાં રહેતા એક શખ્સ સાથે લફરૂ હોય તેની સાથે ફોન પર વાતચીત કરતી હોવાથી જાણ થઇ જતાં તેને ઠપકો આપતાં પગલુ ભરી લીધુ હતું.
અંજુબેનને સંતાનમાં બે દિકરી એક દિકરો છે. પોતે મજુરી કામ કરે છે. દવા પીધા બાદ સિવિલમાં સારવાર લીધી હતી. ત્યાંથી યુપીનાં શખ્સ સાથે જ જતી રહી છે. આ મામલે માલવીયાનગર પોલીસે કાર્યવાહી કરી હતી.


Related News

Loading...
Advertisement