કોરોનામાં રાત-દિવસ જોયા વગર કામ કર્યુ છે, પગારનું કંઇક કરજો હો; મુખ્યમંત્રી વિજયભાઇને ખુલ્લો પત્ર

29 May 2020 04:20 PM
Ahmedabad Gujarat
  • કોરોનામાં રાત-દિવસ જોયા વગર કામ કર્યુ છે, પગારનું કંઇક કરજો હો; મુખ્યમંત્રી વિજયભાઇને ખુલ્લો પત્ર

નગરપાલિકાઓમાં આવકના અભાવે આર્થિક સંકટ : કર્મચારી મહામંડળની રજુઆત : આવશ્યક સેવાઓ ટકાવવી પડશે

ગાંધીનગર, તા. 29
રાજ્યની તમામ નગરપાલિકાના કર્મચારીઓનો પગાર ઉપરાંત અતિ આવશ્યક સેવાઓ માટેની કામગીરી ના ખર્ચનાં નાણાં માટે ખાસ કિસ્સામાં ગ્રાન્ટ ફાળવવાની માગણી અખિલ ગુજરાત નગરપાલિકા કર્મચારી મહામંડળ દ્વારા કરવામાં આવી છે.

મહામંડળ દ્વારા વિજયભાઈ રૂપાણીને વિશેષ પત્ર લખીને એવી માગણી કરવામાં આવી છે કે રાજ્ય સરકાર દ્વારા ખાસ કિસ્સામાં ગ્રાન્ટ ફાળવવામાં આવે તેમજ આર્થિક સ્થિતિને ધ્યાને લઈને કર્મચારીઓના પગાર કરવા પત્ર લખવામાં આવ્યો છે.

અધિકારીઓ અને કર્મચારીઓ સમયમર્યાદા જોયા વિના પોતાની ફરજ નિભાવી રહ્યા છે તો બીજી તરફ વર્તમાન સ્થિતિએ રાજ્ય સરકારની નગરપાલિકાઓ દ્વારા કરવેરા ની વસૂલાત પણ થઈ શકે તેમ નથી જેના કારણે રાજ્યની મોટાભાગની નગરપાલિકાઓ ની આર્થિક સ્થિતિ વિકટ બની ગઈ છે. જેના કારણે કર્મચારીઓના પગાર કરવા મુશ્કેલ બન્યા છે એટલું જ નહીં આગામી મહિનાનો પગાર રાજ્યના ક્ધટીજન્સી ફંડમાંથી કરવામાં આવે અથવા પગાર કરવા માટે ખાસ સંસ્થાની ગ્રાન્ટ સરકાર ફાળવે તેવી અપીલ પણ કરવામાં આવી છે.

આ ઉપરાંત તેમણે ઉલ્લેખ કર્યો છે કે રાજ્યની કેટલીક નગરપાલિકાઓમાં કર્મચારીઓનો પગાર નહીં થવાના કારણે અને કૃષ્ણનું નિર્માણ થયું છે આ ઉપરાંત લાઈટ પાણી ગટર સફાઈ જેવી અતિ આવશ્યક સેવાઓ માટેની કામગીરી ના ખર્ચના નહીં ચૂકવાતા મોટા પ્રશ્નો ઉપસ્થિત થયા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને રાજ્ય સરકારની તાકીદ કરી છે કે પ્રશ્નોનું નિરાકરણ નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં આવશ્યક સેવાઓ માઠી અસર વરતાય નહીં તે માટે ખાસ કિસ્સાઓમાં ગ્રાન્ટ ફાળવણી કરવાની માંગ કરવામાં આવી છે.


Related News

Loading...
Advertisement