કલેકટર કચેરી સામે કારે ઠોકરે લેતા નાયબ મામલતદારને ઈજા

29 May 2020 04:20 PM
Rajkot Crime
  • કલેકટર કચેરી સામે કારે ઠોકરે લેતા નાયબ મામલતદારને ઈજા

બાઈકને ઠોકરે લઈ કારચાલક નાસી ગયો: પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટ તા.29
કલેકટર કચેરી સામે કારચાલકે બાઈકને ઠોકરે લેતા પુરવઠા વિભાગમાં ફરજ બજાવતા નાયબ મામલતદારને ઈજા પહોંચી હતી. અકસ્માત સર્જી નાસી જનાર કાર ચાલક સામે પોલીસે ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગતો મુજબ ગઈકાલે બપોરના સુમારે રાજકોટ જિલ્લા કલેકટર કચેરીમાં પુરવઠા વિભાગમાં ફરજ બજાવનાર નાયબ મામલતદાર અજય ધીરુભાઈ મોરી (ઉ.વ.28) (રહે. હાલ રામનાથપરા પોલીસ લાઈન કવાર્ટર નં. બી/7/83 રાજકોટ મુળ સિંહોર જી. ભાવનગર) કલેકટર કચેરીએથી બહાર નીકળી બાઈક લઈને શ્રોફ રોડ પર જતા હતા ત્યારે સામેથી આવતી બસનો કાર નં. જી.જે.3 જે.આર.0116 ના ચાલકે બાઈકને ઠોકરે લેતા નાયબ મામલતદારને હાથમાં ઈજા પહોંચી હતી. અકસ્માત સર્જી કારચાલક નાસી ગયો હતો. બનાવ અંગે ના.મામલતદારની ફરિયાદ પરથી પોલીસે કારચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


Related News

Loading...
Advertisement