ચાર વાગ્યા બાદ પણ શાકભાજી વેંચનાર ધંધાર્થીઓ સામે ગુનો નોંધાયો

29 May 2020 04:18 PM
Rajkot Crime
  • ચાર વાગ્યા બાદ પણ શાકભાજી વેંચનાર ધંધાર્થીઓ સામે ગુનો નોંધાયો

સાંજના હેર સલૂન ખુલ્લુ રાખનાર સંચાલક સામે કાર્યવાહી : ડબલ સવારીમાં બાઇક પર નીકળનાર સહિત વધુ 48 શખ્સો સામે પોલીસે જાહેરનામા ભંગના ગુના નોંઘ્યા

રાજકોટ તા.29
લોકડાઉન-4 હવે અંતિમ તબક્કામાં હોય છતાં કેટલાક લોકો તેમાં મળેલી છુટછાટનો ગેરલાભ લઇ ચાર વાગ્યા બાદ પણ પોતાના ધંધા રોજગાર ચાલુ રાખતા હોય પોલીસ દ્વારા તેઓની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરમિયાન પોલીસે સાંજના ચાર વાગ્યા બાદ પણ શાકભાજીની લારીઓ ચાલુ રાખી લોકોને એકત્ર કરનાર શાકભાજીની ધંધાર્થી ત્રણ મહિલા સામે ગુનો નોંઘ્યો છે.
બી-ડીવીઝન પોલીસ મથકના સ્ટાફે શહેરના મારૂતીનગર મેઇન રોડ પર ચાર વાગ્યા બાદ લારી રોડ પર રાખી શાકભાજી વેંચનાર મનીષાબેન રાઠોડ, અનિતાબેન પરમાર તથા સંગીતાબેન સોલંકી સામે ગુનો નોંઘ્યો છે. આ ઉપરાંત શહેરના ગોકુલધામ મેઇન રોડ પર જલજીત સોસાયટી શેરી નં.4ની સામે પલક હેર સ્ટાઇલ નામની દુકાન સાંજના ખુલ્લી રાખી હોય, પોલીસે દુકાન સંચાલક પ્રવિણ ધીરૂભાઇ ચૌહાણ (ઉ.વ.40) સામે ગુનો નોંઘ્યો છે. તેમજ હાલના સંજોગોમાં વાહનમાં ડબલ સવારીમાં નીકળવાનો પ્રતિબંધ હોવા છતાં ટુ વ્હીલર પર ડબલ સવારી નીકળનાર કારખાનેદાર અશ્ર્વિન ઘોડાસરા, જતીન ભાલોડીયા, વિશાલ મંગલાણી, સુનિલ વિંધાણી, રૂષી મુંધવા, જય મેવાડા સામે ગુનો નોંઘ્યો છે. આ ઉપરાંત સાંજના સાત થી સવારના 7 સુધી જરૂરી કામ વિના બહાર નીકળવા પર પ્રતિબંધ હોવા છતાં નિયમનો ભંગ કરી લટાર મારવા નીકળેલા શખ્સો સામે પોલીસે કાર્યવાહી કરી હતી. જેમાં પરેશ મકવાણા, દક્ષેસ મારવાણીયા, રાહિલ જુણાચ, જયેશ સરવૈયા, હર્ષ પોકાર, રાહુલ લગધીરકા, દિલાવર બેલીમ, યોગેશ ગોહેલ, ભૂપત ફાંગલીયા, રઘુ ચાવડા, પ્રવિણ ડાવેરા, ભરત ઝાંપડીયા, કેતન રંગાણી, રાજુ બાંભવા, વિજય મકવાણા, વિજય બાલા, જીજ્ઞેશ ઝાંપડીયા, દિપક બાળોધ્રા, શ્રીકાંત પરમાર, ઇમરાન ઘોણીયા, સંજય કોળી, કિશોર મણદુરીયા, પ્રવિણ મણદુરીયા, કમલેશ રાઠોડ, અશ્ર્વિન સોલંકી, શકિત ચાવડા, ભીમા ખેર, વિષ્ણુ સાડમીયા, નવનીત રાઠોડ, નિલેશ રાઠોડ, અમીત જુણાચ, મહંમદ ચૌહાણ, ભાર્ગવ ગોહેલ, હાર્દિૈક ભાયાણી, વિવેક ઉકાણી, હિરેન રાવલ, સરતાજ ઉર્ફે સલીમ, ગીરીશ મારૂ, દિવ્યેશ લાડાણી અને જય ગોહિલ સામે ગુનો નોંઘ્યો છે.


Related News

Loading...
Advertisement