કોરોનાથી સામાન્ય અસરવાળા દર્દીઓમાં એક સપ્તાહમાં ‘રોગપ્રતિકારક શક્તિ’ બને છે!

29 May 2020 04:12 PM
India
  • કોરોનાથી સામાન્ય અસરવાળા દર્દીઓમાં એક સપ્તાહમાં ‘રોગપ્રતિકારક શક્તિ’ બને છે!

ફ્રાંસનાં શોધકર્તાઓનો દાવો : કવોરન્ટાઈનમાં રહેલાઓનો તનાવ ઘટાડવા ‘યોગ’ શ્રેષ્ઠ: રિસર્ચ

નવી દિલ્હી તા.29
કોરોનાનાં સામાન્ય દર્દીઓ માટે રાહતરૂપ સમાચાર છે અને આ અંગે ફ્રાન્સનાં શોધકર્તાઓએ એવો દાવો કર્યો છે કે કોરોનાની ઓછી અસરવાળા દર્દીઓમાં એક સપ્તાહમાં રોગપ્રતિકારક શક્તિ બને છે. શોધકર્તાઓનાં જણાવ્યા અનુસાર સામાન્ય દર્દીમાં એક સપ્તાહમાં આસાનીથી રોગ પ્રતિકારક શક્તિનું નિર્માણ થવા લાગે છે. આવા કેસોમાં દર્દીઓને હોસ્પિટલમાં ભરતી થવાની જરૂર રહેતી નથી અને આવા દર્દીને ગંભીર સ્થિતિમાં પહોંચવાનો ખતરો ખૂબ જ ઓછો હોય છે.
યોગ
કોરોના સંક્રમણ અંતર્ગત કવોરન્ટાઈનમાં રહેલા લોકોને ‘યોગ’ તનાવથી બચાવી રહ્યો છે.
અમેરિકા-જાપાન-જર્મની સહિત છ દેશોમાં થયેલા સંશોધનમાં આ બાબતની પુષ્ટિ થઈ છે. ઉલ્લેખનીય છે કે, ભારતમાં હંમેશા તનાવથી બચવા યોગનાં સહારે જવાની સલાહ અપાય છે.


Related News

Loading...
Advertisement