જૂન મહિનામાં સરકારી ભરતી માટેની તમામ પરીક્ષા એક મહિના સુધી મોકુફ

29 May 2020 04:09 PM
India
  • જૂન મહિનામાં સરકારી ભરતી માટેની તમામ પરીક્ષા એક મહિના સુધી મોકુફ

1 થી 30 જૂન દરમિયાન લેવાનારી તમામ ભરતી પરીક્ષાની નવી તારીખ જાહેર કરાશે

રાજકોટ તા.29
નોવેલ કોરોના વાઇરસ (કોવીડ-19)ના અનુસંધાને ઉભી થયેલ પરિસ્થિતિને ઘ્યાને લઇ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા તા.31/5/2020 સુધી આયોજીત તમામ પરીક્ષાઓ મોકુફ રાખવામાં આવેલ હતી. હવે સાંપ્રત પરિસ્થિતિને ઘ્યાને રાખી આયોગ દ્વારા તા.1 જૂનથી 30 જૂન 2020 સુધી આયોજીત તમામ પરીક્ષાઓ મોકુફ રાખવામાં આવે છે.
આયોગ દ્વારા મોકુફ રાખવામાં આવેલ પ્રાથમિક કસોટીઓ/મુખ્ય પરીક્ષાની નવી તારીખો નિર્ધારીત કરી સુધારેલ પરીક્ષા કાર્યક્રમ તા.20 જૂન 2020ના રોજ આયોગની વેબ સાઇટ પર પ્રસિઘ્ધ કરવામાં આવશે. માર્ચ, એપ્રિલ, મે અને જૂન 2020માં આયોજીત જે પરીક્ષાઓ મોકુફ રાખવામાં આવેલ છે તેની નવી તારીખ નિર્ધારીત કરવામાં જે તે મહિના મુજબ અગ્રતા આપવામાં આવશે. એટલે કે પ્રથમ માર્ચ તથા એપ્રિલ અને પછી મે અને જૂન મહિનાની પરીક્ષાઓ આયોજીત કરવામાં આવશે. ઉમેદવારોને આયોગની વેબ સાઇટ જોતા રહેવા માટે વિનંતી કરવામાં આવે છે.


Related News

Loading...
Advertisement