લોકડાઉન 5.0માં બધુ બંધ થઇ જશે, અફવાનું ખંડન કરતા મુખ્યમંત્રી

29 May 2020 04:08 PM
Ahmedabad Gujarat
  • લોકડાઉન 5.0માં બધુ બંધ થઇ જશે, અફવાનું ખંડન કરતા મુખ્યમંત્રી

ગુજરાતની સમજુ પ્રજા આવી અફવાથી દૂર રહે : કોઇ ગભરાય નહી

રાજકોટ તા.29
રાજકોટ સહિત રાજયભરમાં 31મે એ લોકડાઉન 4.0 પુરૂ થવા જઇ રહ્યું છે અને સંભવીતપણે લોકડાઉન 5.0 આવી પડે તેવુ સમજાય છે. લોકડાઉન પાંચમું અત્યંત કઠોર અને તમામ બંધ થઇ જાય તેવુ હશે તેવી રાજકોટ સહિત રાજયભરમાં અફવા ઉઠતા પ્રજાજનોમાં ગભરાટ-ચિંતાનો માહોલ ઉભો થયો છે.

રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતની સમજુ પ્રજાને સ્પષ્ટતા કરતા કહ્યું કે, લોકડાઉન 5.0 અત્યંત કઠોર અને તમામ બજારો, દુકાનો, ઉદ્યોગો બંધ કરી દેવામાં આવશે તે માત્રને માત્ર અફવા જ છે. આવી કોઇ વાત નથી. ગુજરાતના સમજુ પ્રજાજનો આવી અફવામાં દોરાઇ નહી અને ગભરાટ રાખે નહી.

સાથો સાથ મુખ્યમંત્રી રૂપાણીએ એવી પણ અપીલ કરી છે કે, ગુજરાતની પ્રજા સોશ્યલ ડિસ્ટન્સ રાખે, માસ્ક પહેરે સાથો સાથ બિનજરૂરી કામ વગર બહાર નીકળે નહી. સરકારને સહયોગ કરે ઉપરાંત પોતાની અને અન્ય લોકોની પણ સ્વાસ્થય પ્રત્યેની જાગૃતિ રાખે, સેનીટાઇઝરનો ઉપયોગ કરે અને સંયમ રાખે.

દરમ્યાન લોકડાઉન 5.0 અમલી કરવામાં આવે તેમાં વધુ હળવાસ-છુટછાટ હશે પરંતુ કેન્દ્ર સરકારની ગાઇડ લાઇન-સૂચના સંદર્ભે પ્રજાના હિતમાં વેપાર, ધંધા, બજારો, ઉદ્યોગોના હિતમાં નિર્ણય લેવામાં આવશે. આમ લોકડાઉન પ.0માં બધુ બંધ થઇ જશે તે વાત માત્ર અફવા જ છે તેવી સ્પષ્ટતા કરી હતી.


Related News

Loading...
Advertisement