રેલ્વે-સ્ટેશન પરના મૃત પરિવારના વાયરલ થયેલા વિડીયો પર ગુજરાત-બિહાર સરકારને નોટીસ

29 May 2020 04:04 PM
India
  • રેલ્વે-સ્ટેશન પરના મૃત પરિવારના વાયરલ થયેલા વિડીયો પર ગુજરાત-બિહાર સરકારને નોટીસ

સુરતથી બિહારના મુઝફફરપુર ગયેલા મજુર પરિવારની પીડાથી માનવ અધિકાર પંચ હચમચી ઉઠયું: રેલવે કેન્દ્રને પણ આગળ આવવા જણાવ્યું

નવી દિલ્હી: ગુજરાતની બિહારના મુજજફરપુર શ્રમીક સ્પે. ટ્રેનમાં ગયેલા એક મજૂર પરિવારની મહિલાના સ્ટેશન પર મૃત્યુ અને માતાના મોતથી અજાણ બાળકીનો જે વિડીયો વાયરલ થયો છે તેની ગંભીર નોંધ લેતા રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે પરપ્રાંતીયની હાલત અંગે તથા ટ્રેન મુસાફરોએ તેઓને ભોજન-પાણી વિ. મળ્યા નથી તેવા અખબારી અહેવાલો પરથી આજે ગુજરાત અને બિહારના મુખ્ય સચિવ તથા રેલવે બોર્ડના ચેરમેન તથા ગૃહમંત્રાલયને એક નોટીસ પાઠવી ટ્રેન મારફત જે મજુરોનો તેમના વતન મોકલવામાં આવે છે તેવી સ્થિતિ સ્પષ્ટ કરવા ગણાવ્યું છે. આ હૃદયદ્રાવક વિડીયો સોશ્યલ મીડીયામાં વાયરલ થયો હતો. જેમાં મહિલા મૃત હાલતમાં સ્ટેશન પર પડી હતી છતાં રેલ્વે સ્ટેશન પર તેની કોઈ ચિંતા કરી નહી. પરિવારજનોનું કહેવું હતું કે સુરતથી મુજફફરપુરથી યાત્રીઓ તેઓને કોઈ ભોજન પાણી અપાયા ન હતા.
ભારે તડકો-ગરમી વચ્ચેની આ યાત્રામાં મહિલાએ સ્ટેશન પર ઉતરતા જ દમ તોડી દીધો હતો. રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે બન્ને રાજયોને તથા રેલવે અને કેન્દ્રને નોટીસ ફટકારીને તેનો જવાબ રજુ કરવા આદેશ આપ્યા છે.


Related News

Loading...
Advertisement