Lockdown-5: મહામંથન શરૂ કરતા મોદી-શાહ

29 May 2020 04:04 PM
India
  • Lockdown-5: મહામંથન શરૂ કરતા મોદી-શાહ

રાજયોના મુખ્યમંત્રીઓ સાથે વાતચીતનો વડાપ્રધાનને રીપોર્ટ આપતા ગૃહમંત્રી: 13 મહાનગરોની હાલત ચિંતાજનક: ગોવાએ લોકડાઉન લંબાવવા ખુલ્લી તરફેણ કરી

નવી દિલ્હી: દેશમાં લોકડાઉન-4નો અંત આવી રહ્યો છે અને લોકડાઉન-5ની તૈયારી છે તે મુદે હવે ફરી વડાપ્રધાન જ અંતિમ નિર્ણય લેશે તેવા સંકેત છે. ગઈકાલે કેન્દ્રીય ગૃહમંત્ર અમિત શાહે લોકડાઉન-5 અંગે તમામ રાજયોના મુખ્યમંત્રી સાથે વાતચીત કરી હતી અને બાદમાં આજે સવારે પી.એમ. આવાસ ખાતે શાહ પહોંચ્યા હતા તથા લોકડાઉન-5 જે 15 જૂન સુધી આવી શકે છે તે મુદે રાજયોના મુખ્યમંત્રીઓ સાથેની તેમની વાતચીતનો રીપોર્ટ વડાપ્રધાનને સુપ્રત કર્યા હતા.

જો મળતા સંકેતો મુજબ સરકાર હવે લોકડાઉન-4માં જે આર્થિક છૂટછાટ આપવામાં આવી છે તે યથાવત જ રાખવામાં આવશે અને વધુ છૂટછાટો પણ અપાશે. સૂત્રોના જણાવ્યા મુજબ ગોવાના મુખ્મંત્રીએ લોકડાઉન- 15 દિવસ લંબાવવાની કેન્દ્રને અપીલ કરી છે. વડાપ્રધાન અને ગૃહમંત્રી સાથેની બેઠકમાં એક રૂપરેખા નિશ્ચિત થયા બાદ તેમાં રાજયો પર અનેક નિર્ણય છોડાશે.

સરકાર હજુ શાળા-કોલેજો, સિનેમાઘરો કે જાહેર મનોરંજન સ્થળોને છૂટ આપવાના મૂડમાં નથી તેવા સંકેત છે. દેશના અમદાવાદ સહિત 13 મોટા શહેરોની હાલત નાજુક છે અને તેથી સરકાર તેની ચિંતા વધુ છે. મહારાષ્ટ્ર, તામિલનાડુ, ગુજરાત, દિલ્હી જેવા રાજયોનો કોરોના ગ્રાફ વધે છે તે પણ ચિંતા છે.


Related News

Loading...
Advertisement