સોશ્યલ મીડિયામાં હવે આપની પોસ્ટ પર કોઈ અભદ્ર ટિપ્પણી નહીં કરી શકે

29 May 2020 04:03 PM
India
  • સોશ્યલ મીડિયામાં હવે આપની પોસ્ટ પર કોઈ અભદ્ર ટિપ્પણી નહીં કરી શકે

ફેસબુક અને ટવીટર લાવે પ્રોફાઈલ લોક ફિચર : આપ નકકી કરી શકશો કે આપની ટવીટ પર કોણ જવાબ દઈ શકે

સાનફ્રાન્સીસ્કો તા.29
સોશ્યલ મીડીયાનો જેટલો ઉપયોગ થાય છે તેટલો તેનો દુરુપયોગ પણ થાય છે. આ મીડીયાએ એકબીજાને નજીક લાવ્યા છે, પણ આ સુવિધાને સાથે દુવિધાઓ પણ આવી છે. પરંતુ દરેક સમસ્યાનો હલ હોય છે. સોશ્યલ મીડીયામાં હવે આપની પોસ્ટ પર કોઈ ભદ્દી ટિપ્પણી નહીં કરી શકે. આવી ટિપ્પણી પર રોક અને યુઝર્સની પ્રાઈવસીને લઈને ફેસબુક અને ટવીટરે એક નવી પહેલ કરી છે, જે મુજબ લોક ફીચરની મદદથી આપ નકકી કરી શકશો કે આપની ટવીટ પર કોણ પ્રતિક્રિયા આપી શકશે.
ફેસબુકે ખાસ કરીને મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ પ્રોફાઈલ ફીચરની શરૂઆત કરી છે. તેને ખૂબ જ ઝડપથી દરેક યુઝર્સને ઉપલબ્ધ કરાવવામાં આવશે.
કેટલાક મહિના પહેલા ફેસબુકે પ્રોફાઈલ પિકચરને સુરક્ષિત રાખવા માટે પ્રોફાઈલ પિકચર સેફટી ગાર્ડ ફિચરની શરૂઆત કરી હતી.
આ ફીચરને પ્રોફાઈલ સેટીંગ્સ વિકલ્પોથી શરૂ કરી શકાશે. ત્યાબાદ ઉપયોગકર્તાની પ્રોફાઈલની જાણકારી અને પોસ્ટ માત્ર મિત્રોને જ દેખાશે, અન્ય યુઝર્સ માત્ર આપનું પ્રોફાઈલ પિકચર જ રોઈ શકશે, આ સિવાય અન્ય કોઈ જાણકારી પ્રાપ્ત નહીં થઈ શકે.
ટવીટર એક નવાં ફીચરનું ટેસ્ટીંગ કરી રહ્યું છે, જે અંતર્ગત આપ નકકી કરી શકશો કે કોણ આપના ટવીટ પર ટિપ્પણી કરી શકશે. આ ફિચર અંતર્ગત આપને એ વિકલ્પ પસંદ કરવાની અનુમતી મળશે કે આપના દ્વારા કરાયેલ ટવીટ પર કોઈપણ જવાબ દઈ શકે કે માત્ર ફોલો કરનાર આ વિકલ્પ મુજબ આપ આપના અનુસાર લોકોને જવાબ દેવા પર પાબંદી લગાવી શકશો.


Related News

Loading...
Advertisement