અરબી સમુદ્રમાં 31મીએ લો-પ્રેસર સર્જાશે: 30-31 મે તથા 3 જૂને ગુજરાતમાં અનેક ભાગોમાં વરસાદ

29 May 2020 03:46 PM
Rajkot Gujarat
  • અરબી સમુદ્રમાં 31મીએ લો-પ્રેસર સર્જાશે: 30-31 મે તથા 3 જૂને ગુજરાતમાં અનેક ભાગોમાં વરસાદ

હવામાન વિભાગનો નિર્દેશ: આકરી ગરમીમાંથી પણ રાહત મળશે

રાજકોટ તા.29
દર વર્ષે જૂન માસની 15મી તારીખ આસપાસ કેરળ રાજયમાં ચોમાસુ સક્રીય થતુ હોય છે. આ વર્ષે વાતાવરણમાં બદલાવ સાથે 1લી જૂનથી ચોમાસુ બેસી જાય તેવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
ગુજરાત-સૌરાષ્ટ્રમાં હાલ હીટવેવ ચાલી રહ્યું છે ત્યારે ગરમીથી રાહત મળે તેવા અહેવાલો હવામાન વિભાગે આપ્યા છે.
આગામી તા.31મીએ અરબી સમુદ્રમાં લોપ્રેસર સર્જાતા 3 જૂન આસપાસ ગુજરાત-સૌરાષ્ટ્રનાં અમુક વિસ્તારોમાં વરસાદ વરસે તેવી શકયતા છે.
હાલ હીટવેવની પરિસ્થિતિમાં આગામી સપ્તાહમાં ઘટાડો થવાના નિર્દેશો હવામાન વિભાગની વડી કચેરીએ આપ્યા છે.
ચાલુ વર્ષે કોરોનાની આફત સાથે ગરમીમાં વધારો થતા રાજયમાં છેલ્લા એક સપ્તાહથી હીટવેવની સ્થિતિમાં જનજીવન ગરમીમાં તોબા પોકારી ઉઠયું છે ત્યારે અરબી સમુદ્રમાં લો પ્રેસરની સીસ્ટમ સર્જાતા આગામી સપ્તાહથી ગરમીમાં ઘટાડાની સંભાવના છે.


Related News

Loading...
Advertisement