કુટુંબના ચાર વ્યક્તિઓને ભોપાલથી દિલ્હી લાવવા 180 બેઠકનું એર-320 વિમાન ભાડે કર્યું

29 May 2020 03:45 PM
India
  • કુટુંબના ચાર વ્યક્તિઓને ભોપાલથી દિલ્હી લાવવા 180 બેઠકનું એર-320 વિમાન ભાડે કર્યું

જેની પાસે બેહિસાબ નાણા હોય તેઓ ખર્ચ કરવામાં અચકાતા નથી. ભોપાલ સ્થિત એક અત્યંત ધનિક વ્યક્તિએ તેના કુટુંબના ચાર સભ્યોને ભોપાલથી દિલ્હી પહોંચાડવા માટે 180 બેઠકનું એ-320 વિમાનની ચાર્ટર્ડ ફલાઈટ ઉડાડી હતી.

મધ્યપ્રદેશના લીકરકીંગ ગણાતા આ વ્યક્તિએ તેની પુત્રી અને બે સંતાનો તથા એક આયા કે જેઓ છેલ્લા બે માસથી ભોપાલમાં ફસાઈ ગયા હતા તેને દિલ્હી મોકલવા માટે ભીડભાડવાલી ફલાઈટ પસંદ ન કરી.

કોરોનાના કારણે કોઇનો સંક્રમણ લાગી જવાનો પણ ભય હતો અને તેથી એક એર બસ 320 ચાટર્ડ કર અને 20 લાખ તેના માટે ચૂકવ્યા. તથા તેમના પુત્રીને સલામત રીતે દિલ્હી પહોંચાડી દીધા હતાં.


Related News

Loading...
Advertisement