હંગેરીના સાઈકલ પ્રવાસી બિહારમાં 55 દિવસથી કવોરન્ટાઈનમાં છે

29 May 2020 03:43 PM
India
  • હંગેરીના સાઈકલ પ્રવાસી બિહારમાં 55 દિવસથી કવોરન્ટાઈનમાં છે

દેશમાં કોરોનાના કારણે સાવચેતીરુપે ક્વોરન્ટાઇન કરવાની જે પ્રથા અમલમાં મૂકવામાં આવી છે તેર્માંં હંગેરીનો એક સાઈકલ પ્રવાસી છેલ્લા બે મહિનાથી બિહારના છપરા ટાઉનની સદર હોસ્પિટલમાં ક્વોરેન્ટાઈન કેદમાં છે.

આ સાઈકલપ્રવાસી કોરોનાકાળ પૂર્વે વિશ્વના સાઈકલ પ્રવાસમાં નીકળ્યો હતો અને તે બિહારમાંથી પસાર થઇ રહ્યો હતો તે સમયે તેને વિદેશી પ્રવાસી તરીકે ગણીને ક્વોરન્ટાઈન કરી દેવામાં આવ્યો હતો. ગત રવિવારે ફરી એક વખત તેને પોતે હોસ્પિટલમાંથી નીકળીને પશ્ચિમ બંગાળનો પોતાનો પ્રવાસ આગળ ધપાવવા પ્રયત્ન કર્યો ત્યાં પોલીસે તેને ફરી હોસ્પિટલમાં પહોંચાડી દીધો છે અને બિહારમાં રાજદ નેતા તેજસ્વી યાદવે આ હંગેરીયન નાગરિક વિક્ટર જીચોની કહાની ટવીટ કરતા કહ્યું કે તમે એક તંદુરસ્ત વ્યક્તિને 55 દિવસ સુધી ક્વોરન્ટાઈન રાખ્યો છે તે બિહારના મહેમાન છે અને આપણે તેની ચિંતા કરવી જોઇએ. આમ કહીને જિલ્લા કલેક્ટરને આ વ્યક્તિનું ક્વોરેન્ટાઇન પુરું કરવા જણાવ્યું હતું.


Related News

Loading...
Advertisement