ટ્રમ્પ્ને ડબલ-ટ્રબલ: મોદી સાથે વાત થયેલ હોવાનું નકારતું ભારત; ચીને મધ્યસ્થી ફગાવી

29 May 2020 03:42 PM
India
  • ટ્રમ્પ્ને ડબલ-ટ્રબલ: મોદી સાથે વાત થયેલ હોવાનું નકારતું ભારત; ચીને મધ્યસ્થી ફગાવી

મોદી-ટ્રમ્પ વચ્ચે 4 એપ્રિલ બાદ કોઈ વાત થઈ નથી: વડાપ્રધાનના નમૂડથ મુદે ટ્રમ્પ્ના ટવીટનો જવાબ

નવી દિલ્હી: ભારત અને ચીન વચ્ચે જે સરહદી તનાવ છે તેઓ મધ્યસ્થીની પોસ્ટ તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચીન મુદે સારા મુડમાં નથી તેવા કરેલા ટવીટ-વિધાનો તેમને બુમરેંગ થયા છે. ભારતે એક સપ્તાહમાં જણાવ્યું છે કે અગાઉ જ ચીન સાથેના વિવાદમાં ભારતે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કે અન્ય કોઈની મધ્યસ્થી નકારી છે તો ટ્રમ્પે તથા મોદી વચ્ચે છેલ્લા લગભગ બે માસથી બન્ને નેતાઓ સાથે વાતચીત કરી જ નથી. ભારતે સ્પષ્ટ કર્યુ કે બન્ને નેતાઓ વચ્ચે છેલ્લે તા.4 એપ્રીલના રોજ નહાઈડ્રોકસીકલોરોકવીનથ મુદે વાતચીત હતી પછી કોઈ વાતચીત થઈ જ નથી તેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મૂડ અંગે અમેરિકી પ્રમુખનું વિધાન પણ અપ્રસ્તુત છે. વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યુ કે બન્ને નેતાઓ વચ્ચે હાલમાં કોઈ વાતચીત થઈ નથી.
બીજી તરફ ચીને પણ ભારત સામેના તનાવમાં પ્રમુખ ટ્રમ્પ્ની મધ્યસ્થતા નકારી છે.
ચીને જાહેર કર્યુ છે કે જે કોઈ સરહદી વિવાદ છે. વાટાઘાટના માર્ગ ઉકેલવા બન્ને રાષ્ટ્રો અક્ષમ છે એની અમેરિકી પ્રમુખ કે અન્ય કોઈની મધ્યસ્થાનો પ્રશ્ર્ન જ ઉપસ્થિત થતો નથી.
ટ્રમ્પે બન્ને દેશો વચ્ચે મધ્યસ્થીની ઓફર કરી હતી. આમ ભારત-ચીન સંબંધો મુદે અમેરિકા પ્રથમ વખત આ હદ ચુકી ગયું છે.


Related News

Loading...
Advertisement