ન્યુઝીલેન્ડ ક્રિકેટ બોર્ડ પણ છટણીના મૂડમાં

29 May 2020 03:38 PM
India Sports World
  • ન્યુઝીલેન્ડ ક્રિકેટ બોર્ડ પણ છટણીના મૂડમાં

કોરોનાએ ક્રિકેટ સહિતની રમતને અને ક્રિકેટ બોર્ડ સહિતના ખેલકૂદ સંસ્થાઓને મોટો ફટકો માર્યો છે. જો કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ સાબૂત છે અને હવે તે આઈપીએલનું આયોજન કરીને તેને ખોટ ગઇ છે તે સરભર કરી લેશે. પરંતુ ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે 60 લાખ ન્યૂઝીલેન્ડ ડોલરની રકમ બચાવવા માટે તેના સ્ટાફમાં 10 થી 15 ટકાની છટણી શરુ કરી દીધી છે.

ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે ડોમેસ્ટીક સ્પર્ધાઓમાં પણ કાપ મૂકી દીધી છે અને તેના એક્ઝીક્યુટીવના ખર્ચા પણ ઘટાડી રહી છે. ટી-20 વર્લ્ડ કપ મુલત્વી રહેતા તમામ દેશો કે જે આ વર્લ્ડ કપ રમવાના હતા તેની આવક પણ હવે બે વર્ષ પાછી ઠેલાઈ છે.


Related News

Loading...
Advertisement