કોરોના વાયરસ વિમાન કેબીન ટેકનોલોજી જ બદલી નાંખશે

29 May 2020 03:29 PM
India Travel
  • કોરોના વાયરસ વિમાન કેબીન ટેકનોલોજી જ બદલી નાંખશે

વિમાની પ્રવાસમાં કોરોના વાયરસને સંક્રમિત થતો અટકાવવા તૈયારી

લંડન તા.29
કોરોના વાયરસની સ્થિતિમાં આંતરરાષ્ટ્રીય વિમાની પ્રવાસને હાલ તો મોટો ફટકો પડયો છે અને એર ટ્રાફિક સદંતર ઘટી રહ્યો છે. તે સમયે હવે ફકત એરલાઇન્સ જ નહી વૈશ્ચિક એરોસ્પેસ જાયન્ટસ બોઇંગ અને એરબસ કંપની પણ એરટ્રાવેલ સમયે કોરોના વાયરસની અસર કઇ રીતે થઇ શકે છે તે અંગે નિષ્ણાંતો મારફત અભ્યાસ શરૂ કરી દીધો છે અને આ માટે એરટ્રાવેલનું એક કોમ્પ્યુટર મોડેલ તૈયાર કરાઇ રહ્યું છે. જે વિમાનની અંદરની હવાને વાયરસ મુકત રાખવા તથા કોઇ પોઝીટીવ દર્દી હોય તો તેની તૂર્ત જ જાણ થઇ શકે તે માટે ટેકનોલોજીનો સહારો લઇ રહી છે.

ખાસ કરીને વિમાની પ્રવાસમાં સંક્રમણ કેમ ઘટાડવું તે સૌથી મોટી ચિંતા છે. એરબસ દ્વારા હવે વૈશ્ચિક કંપનીઓ સાથે વિમાની ટેકનોલોજીમાં સુધારો કરવા માંગે છે. જેને કારણે સેલ્ફ કલીનીંગ મટરીયલ સતત વિમાનની હવાને શુઘ્ધ કરતું રહેશે. ઓછામાં ઓછા ચાર કે પાંચ દિવસ સુધી એક જ વખત વિમાનને જંતુમુકત કરી શકાય તે રીતે ટેકનોલોજી બનાવવા માંગે છે તો વિમાનમાં લેર્ટીન અને અન્ય દરવાજા સ્પષ્ટ મુકત કરીને કોરોના વાયરસથી તેને મુકત રાખવાની ટેકનોલોજી શોધી રહી છે.

વિમાનમાં સોશ્યલ ડિસ્ટન્સ શકય નથી તે નિશ્ચિત થઇ ગયું છે અને તેથી બાજુ-બાજુમાં બેસેલા પેસેન્જરોમાં સંક્રમણ ઓછામાં ઓછુ થાય અથવા તો નહિવત થાય તે જોવા માંગે છે. મુસાફરોને કાયમ એરટાઇટ માસ્ક પહેરાવવા કે પછી વિમાની એરહોસ્ટેસ અને પાયલોટ સતત પ્રોટેકશન કીટ પહેરીને ડયુટી કરે તે કાયમ સ્વીકાર્ય બને નહી અને તેથી જ હવે વિમાની ટેકનોલોજીમાં જ એવા ફેરફારો થશે કે કોરોના વાયરસને સંક્રમીત કરતા અટકાવી શકાય છે.


Related News

Loading...
Advertisement