જામનગર કોંગેસે ઓનલાઇન ઝુંબેશ હાથ ધરી

29 May 2020 03:19 PM
Jamnagar
  • જામનગર કોંગેસે ઓનલાઇન ઝુંબેશ હાથ ધરી

ગરીબ અને નબળા વર્ગોની હાલત અંગે વિડીયો કોન્ફરન્સ યોજી

જામનગર તા.29
જામનગર શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ઓનલાઇન ઝુંબેશ-- ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં પ્રમુખશ્રી. અમિતભાઈ ચાવડાની સુચનાથી જામનગર શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિનાં પ્રભારીશ્રી જશવંતસિંહ ભટ્ટીની યાદી મુજબ, ગરીબ અને નબળાં વર્ગોની સમસ્યાઓ અને તેમની કફોડી હાલતને વાચા આપવા જામનગર શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિએ તા. 28-05-2020,ગુરુવારનાં રોજ સવારે 11.00 થી 2.00 દરમિયાન સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ (ફેસબુક, ટ્વિટર, ઈન્સ્ટાગ્રામ, યુટયુબ) વગેરે પર એક લાઈવ વિડિયો દ્વારા (1)ગરીબ અને મધ્યમ વર્ગનાં તમામ કુટુંબોને તાત્કાલિક રૂ. 10000 રોકડ સહાય આપવાની માંગણી કરીએ (2)તેમજ શ્રમિકો માટે વિનામૂલ્યે પરિવહનની સુવિધા પૂરી પાડીને તેમને સહિસલામત વતન પરત જવાની વ્યવસ્થા કરવાની માગણી કરતો લાઈવ વિડિયો મેસેજ મુકીને સરકારને જગાડવાની છે. તેથી આ ઓનલાઈન ઝુંબેશમાં પ્રદેશ આગેવાનો, જામનગર શહેર તથા જિલ્લાનાં તમામ આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, વોર્ડ પ્રમુખો,તમામ સેલનાં પ્રમુખો તથા હોદ્દેદારો તથા જામનગર શહેર તથા જિલ્લા કોંગ્રેસનાં તમામ કાર્યકર ભાઇ-બહેનોને જોડાવવાં ખાસ નમ્ર વિનંતી છે...(નોંધ :- વોટ્સએપ નં. 96646 66350 ઉપર આપનું નામ, હોદ્દો, મોબાઈલ નંબર તથા લાઈવ કરેલ લિંકની માહિતી અથવા શિંક્ષુીહિ.ભજ્ઞળ/ૠાભભછયાજ્ઞિિં પર મોકલવા વિનંતી. વધું ટેકનિકલ માહિતી માટે 96251 26496 (સૌરાષ્ટ્ર ઝોન) કોંગ્રેસ દ્વારા ખાસ આઇટી સેલને કાર્યરત કરાયું છે.


Loading...
Advertisement