જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટિની બેઠકમાં આરોગ્ય કેન્દ્ર માટે 71 જગ્યા ભરવાનો નિર્ણય

29 May 2020 03:03 PM
Jamnagar Saurashtra
  • જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટિની બેઠકમાં આરોગ્ય કેન્દ્ર માટે 71 જગ્યા ભરવાનો નિર્ણય

જામનગર તા.29
મહાનગર પાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની મળેલી બેઠકમાં આરોગ્ય કેન્દ્રમાં નવી 71 જગ્યા ભરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ભૂગર્ભ ગટરની સફાઇ, ટ્રી-ગાર્ડ, બ્લીચીંગ પાઉડરની ખરીદી સહીત કુલ રૂ.270.84 લાખનો ખર્ચ મંજૂર કરાયો હતો. શહેરમાં જુદા-જુદા સ્થળે હોર્ડીંગ્સમાંથી રૂ.82.84 લાખની આવકનો અંદાજ વ્યકત કરવામાં આવ્યો છે. મહાનગર પાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક ગુરૂવારે ચેરમેન સુભાષ જોષીના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં 10 સભ્યો ઉપરાંત મેયર, ડેપ્યુટી મેયર, કમિશનર, ડી.એમ.સી. વગેરે ઉપસ્થિત રહ્યા હતાં. બેઠકમાં શહેરમાં ભૂગર્ભ ગટર સંબંધિત ફરિયાદ નિકાલ, જેટીંગ મશીનથી સફાઈ, વગેરેના વાર્ષિક કોન્ટ્રાક્ટ અન્વયે સાઉથ-ઈસ્ટ ઝોન માટે રૂ.6પ.77 લાખ, નોર્થ-વેસ્ટ ઝોન માટે રૂ. 7પ.ર7 લાખ નો ખર્ચ મંજુર કરવામાં આવ્યો હતો. શહેરમાં હોર્ડીંગ્સ બોર્ડ લગાડવાના કામના વાર્ષિક કોન્ટ્રાક્ટ અન્વયે સેન્ટ્રલ ઝોનમાં 38.7પ લાખ, નોર્થ ઝોન માટે રર.04 લાખ, સાઉથ ઝોન માટે 11.78 લાખ અને ઈસ્ટ ઝોન માટે 10.ર0 લાખનો ભાવ મંજુર રાખવામાં આવ્યો હતો. આથી મનપાને રૂ.82.84 આવકનો અંદાજ વ્યકત કરાયો છે. તદઉપરાંત ગાર્ડન શાખા માટે રાઉન્ડ ટ્રી ગાર્ડ ખરીદવા માટે વાર્ષિક રૂ. 10 લાખ, લાઈટ શાખાની મેન્ટનન્સની કામગીરી માટે ઈલેક્ટ્રીકનો માલ સામાનની ખરીદી માટે વાર્ષિક રૂ. ર0 લાખ, વોટર વર્કસ શાખા માટે બ્લીચીંગ પાવડર, મેલેરિયા વિભાગ માટે જંતુનાશક દવા ખરીદવા માટે વાર્ષિક રૂ. 10 લાખનો ખર્ચ મંજુર રાખવામાં આવ્યો હતો. ગેલ્વેનાઈઝ પાઈપ, બોરીંગ આઈટમ ખરીદવા માટે વાર્ષિક રૂ. 1પ લાખ, કોમ્પ્યુટર સ્ટેશનરી, ક્ધઝ્યુમેબલ આઈટમ ખરીદવા માટે વાર્ષિક રૂ.ર0 લાખ, ઝેરોક્ષ કામ માટે વાર્ષિક રૂ. 7 લાખ અને પ્રિન્ટીંગ કામ માટે વાર્ષિક રૂ. 8 લાખનો ખર્ચ મંજુર કરાયો છે.


Related News

Loading...
Advertisement