ટેકસ રીબેટ યોજનામાં પ્રથમ બે દિવસમાં શહેરીજનોનો ભારે પ્રતિસાદ મળ્યો

29 May 2020 03:01 PM
Jamnagar
  • ટેકસ રીબેટ યોજનામાં પ્રથમ બે દિવસમાં શહેરીજનોનો ભારે પ્રતિસાદ મળ્યો

રૂા.1.18 કરોડની રકમ કરવેરા પેટે ભરપાઇ થઇ

જામનગર તા.29:
જામનગર મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલી ટેકસ રીબેટ યોજનાનો લાભ નગરજનો લેવા લાગ્યા છે. દરરોજ મોટી કતાર સર્જાવા લાગતાં મ્યુ.તંત્રએ બહાર મંડપ બાંધવા પડયા છે. બે દિવસમાં તંત્રને એડવાન્સ ટેકસ પેટે લાખો રૂપિયાની આવક થવા પામી છે.
મ્યુ.કોર્પોરેશન દ્વારા તા.26મે થી 10 જુલાઇ સુધી એડવાન્સ પ્રોપર્ટી ટેકસ અને વોટર ચાર્જીસ ભરનારને 10 થી 25 ટકા સુધીના વળતરની યોજના શરૂ થતા તંત્રને બે દિવસમાં 3300 કરદાતાઓ દ્વારા રૂા.1 કરોડ 18 લાખની આવક થઇ છે. તેમ આસી.કમિશ્ર્નર (ટેકસ) જીજ્ઞેશભાઇ નિર્મલે જણાવ્યું હતું. ઉપરાંત રણજીતનગર, ગુલાબનગર, શરૂસેકશન રોડના સિવિક સેન્ટરો, કોર્પોરેશનની સહયોગી બેન્કો ખાતે પણ લોકો નાણા ભરી રહ્યા છે. મ્યુ.કોર્પો.ના બિલ્ડીંગમાં કતારો ન થાય તે માટે તંત્ર દ્વારા ટેકસ કલેકશન વેન પણ જુદી જુદી તારીખે અલગ અલગ વોર્ડમાં ફરતી મુજવામાં આવી છે. ઉપરાંત મ્યુ.કોર્પોરેશન દ્વારા કોલ ઓન ટેકસ કલેકશનની સ્કીમ પણ મુકવામાં આવી છે. જેમાં તંત્રના કર્મચારીઓ ઘરે આવીને રોકડ તેમજ ચેકથી ટેકસની રકમ સ્વીકારશે. જે માટે એક કર્મચારીની નિમણૂંક કરવામાં આવી છે. જે નવા એસીસી નંબર પરથી ટેકસની ભરવાની રકમ વેરીફાઇ કરીને ટેકસ કલેકટ કરશે. ઉપરાંત મ્યુ. કોર્પો.ની વેબસાઇટ પર ઓનલાઇન પણ પેમેન્ટ સ્વીકારવાનું શરૂ ચાલુ છે.


Loading...
Advertisement