જામનગરમાં અસહ્ય ઉકળાટ અને ગરમીથી અકળાયું જનજીવન

29 May 2020 03:00 PM
Jamnagar
  • જામનગરમાં અસહ્ય ઉકળાટ અને ગરમીથી અકળાયું જનજીવન

તાપમાનનો પારો 37.5 ડીગ્રી: ભેજનું ઉચું પ્રમાણ રહેતું હોય ઉકળાટ અનુભવતા લોકો

જામનગર.તા.9
જામનગરમાં અસહ્ય ઉકળાટથી લોકો ત્રાસી ગયા છે. તાપમાનનો પારો ઉચકાયો હોય લોકો કાળઝાળ ગરમીથી પરેશાન થઇ ગયા છે. એક બાજુ કોરોના કહેર વરસાવી રહ્યો છે તો બીજી બાજુ આકાશમાંથી અગ્નિ વર્ષા થતી હોય લોકો કફોડી હાલતમાં મુકાયા છે. જામનગરમાં છેલ્લા 24 કલાક દરમ્યાન મહતમ તાપમાન 37.5 ડીગ્રી નોંધાયું હતું.
રાજ્યમાં એક બાજુ કોરોના વાયરસનો કહેર છે તો બીજી બાજુ કાળઝાળ ગરમીથી લોકો પરેશાન છે. છેલ્લા કેટલાક દિવસોથી જામનગર સહીત રાજ્યના અનેક શહેરોમાં ભીષણ ગરમી પડી રહી છે. જામનગરમાં પણ છેલ્લા કેટલાક દિવસોથી તાપમાન ઉચકાયું હોય અસહ્ય ગરમી પડી રહી છે. તેમાં પણ બપોરના સમયે અસહ્ય ઉકળાટ અને બફારો થતો હોય શહેરનું જનજીવન અકળાય ગયું છે.
જામનગરમાં બુધવારે તાપમાનનો પારો 38 ડીગ્રીએ પહોચી ગયો હતો જેથી લોકોએ કાળઝાળ ગરમી અનુભવી હતી. જયારે ત્યાર બાદ તાપમાનનો પારો ગગડતાં આંશિક રાહત મળી હતી. બીજી બાજુ વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઉચું રહેતું હોય અસહ્ય ઉકળાટ અનુભવાય રહ્યો છે. જામનગરમાં છેલ્લા 24 કલાક દરમ્યાન લઘુતમ તાપમાન 27.5 ડીગ્રી, મહતમ તાપમાન 37.5 ડીગ્રી, હવામાં ભેજનું પ્રમાણ 71 ટકા જ્યારે પવનની સરેરાશ ઝડપ 20 કી.મી. પ્રતિ કલાકની રહેવા પામી હતી.


Loading...
Advertisement