જુગાર રમતાં સાત શખ્સો ઝબ્બે: રૂ.17580ની રોકડ જપ્ત

29 May 2020 02:58 PM
Jamnagar
  • જુગાર રમતાં  સાત શખ્સો ઝબ્બે: રૂ.17580ની રોકડ જપ્ત

જામનગર તા.19: જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં પોલીસ ચેકિંગમાં હતી તે દરમિયાન એક ઓરડીમાંથી જુગાર રમતાં સાત શખ્સોની ધરપકડ કરી હતી. મકાન માલિક બહારથી માણસો બોલાવી પોતાના ઘરે જુગાર રમાડી નાલના પૈસા ઉઘરાવી જુગાર રમાડી રાહહયો હતો ત્યારે પોલીસે દરોડા દરમિયાન રૂ.17580ની રોકડ રકમ જપ્ત કરી તમામ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાંથી પોલીસે ગઇકાલના રોજ માકડીયાવાડી નજીક દરોડા દરમિયાન જગદીશભાઇ વલ્લભભાઇ કૈલા નામનો શખ્સ બહારથી માણસો બોલાવી પોતાની ઓરડીમાં ગંજીપત્તાનો જુગાર રમાડી નાલના પૈસા ઉઘરાવી રહ્યો હતો ત્યારે પોલીસે ખરાવાડમાં રહેતા પરેશભાઇ મગનભાઇ બકોરી, માકડીયાવાડીમાં રહેતા કેતનભાઇ રમણીકભાઇ માકડીયા, રામવાડીમાં રહેતા કાંતીલાલ ભીખાભાઇ ખાંટ, રામવાડીમાં રહેતા રશ્મીનભાઇ કાન્તીભાઇ, ચિત્રકૂટમાં રહેતા જેન્તીભાઇ ભુવાનભાઇ દેલવાડીયા તથા ત્રિશૂલચોકમાં રહેતા સંજયભાઇ હરીભાઇ મેંદપરા નામના શખ્સો તીનપત્તી રોનપોલીસ નામનો જુગાર રમી રહ્યા હતા ત્યારે પોલીસે તમામની ધરપકડ કરી રેઇડ દરમિયાન 17580ની રોકડ રકમ જપ્ત કરી તમામ વિરુદ્ધ જામજોધપુર પોલીસ મથકે ફરિયાદ નોંધી કામગીરી હાથ ધરી હતી.


Loading...
Advertisement