રાજકોટ ગ્રામ્યમાં પીઆઇ-પીએસઆઇની આંતરીક બદલી કરતાં એસપી મીણા

29 May 2020 02:36 PM
Rajkot Saurashtra
  • રાજકોટ ગ્રામ્યમાં પીઆઇ-પીએસઆઇની આંતરીક બદલી કરતાં એસપી મીણા

રાજકોટ તા.29
રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં એસપી બલરામ મીણાએ પીઆઇ-પીએસઆઇ સહિત પાંચની આંતરીક બદલી કરી છે. જેમાં ગોંડલના સીપીઆઇ તરીકે ફરજ બજાવતાં પીઆઇ કે.એન.રામાનુજ ગોંડલ સીટીના ચાર્જમાંથી મુકત કરવામાં આવ્યા છે. ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ફરજ બજાવી રહેલા પીએસઆઇ એ.વી.જાડેજાને ગોંડલ સીટી પોલીસ મથકનાં ઇન્ચાર્જ પીઆઇનો ચાર્જ આપવામાં આવ્યો છે.

આટકોટ પોલીસ મથકનાં પીએસઆઇ કે.પી.મહેતાને ગોંડલ તાલુકા પોલીસ મથકમાં પડધરી પોલીસ મથકનાં પીએસઆઇ જે.વી.વાઢીયાને આટકોટ પોલીસમાં અને જેતપુર સીટી પોલીસ મથકનાં પીએસઆઇ આર.એલ.ગોયલને ઉપલેટા પોલીસ મથકનો ચાર્જ સોંપાયો હતો.


Related News

Loading...
Advertisement