પાટડીના ધારાસભ્યએ સોશ્યલ મીડિયા પર લાઇવ થઇ કોરોનાના પ્રશ્ને ઉઠાવ્યા સવાલ

29 May 2020 02:35 PM
Surendaranagar
  • પાટડીના ધારાસભ્યએ સોશ્યલ મીડિયા પર લાઇવ થઇ કોરોનાના પ્રશ્ને ઉઠાવ્યા સવાલ

સરકારની નીતિ-રીતિ સહિતની બાબતો કરી સોશ્યલ મીડીયામાં ઉજાગર

(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા. ર9
સ્પીક અપ ઇન્ડિયા દવારા સુરેન્દ્રનગર જિલ્લા ના દસાડા ના ધારાસભ્ય દવારા સરકાર પર આકરા પ્રહારો કરવા માં આવીયા હતા.
શ્રીમકો વિદ્યાર્થીઓ અને ખાસ સરકાર ની કોરોના સામે ની નીતિમત્તા ના અનેક પ્રશ્ન ની ચર્ચા કરવા માં આવી..
ગઈકાલે સુરેન્દ્રનગર જિલ્લામાં સ્પીક અપ ઇન્ડિયા ના સોશિયલ મીડિયામાં કાર્યક્રમ દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા ના ધારાસભ્ય નવસાદ ભાઈ સોલંકી સોશિયલ મીડિયા ઉપર આવીને સરકાર સામે અનેક પ્રકારના કોરોના ની મહામારી વચ્ચેના જનતાને પડતી તકલીફો અને ખાસ કરી શ્રમિક અને વિદ્યાર્થીવર્ગ અને પરપ્રાંતીઓ ના પ્રશ્ને સરકાર સામે આકરા પ્રહારો દસાડા ધારાસભ્ય દ્વારા કરવામાં આવ્યા હતા... અને ખાસ જે કંઈ કોરોના ના દર્દીઓને સાજા થઈને રજા આપવામાં આવે છે ત્યારે આ દર્દીઓને રજા આપતા પહેલા એક જ દિવસમાં ત્રણ નેગેટિવ રિપોર્ટ બાદ જ રજા આપવામાં આવે તેવી પણ એક પ્રકારે માંગ કરવામાં આવી હતી ત્યારે હાલમાં જે દર્દીઓને રજા આપવામાં આવી રહી છે તે ફક્ત એક રિપોર્ટ નેગેટીવ આવતા દવાખાનામાં થી રજા આપી દેવામાં આવી રહી છે..ત્યારે અનેક પ્રશ્ને દસાડા ધારાસભ્ય દ્વારા સ્પીક અપ ઇન્ડિયા કાર્યક્રમમાં સરકાર ઉપર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા.


Loading...
Advertisement