લાઠીના જુના મકાનની દિવાલ ધરાશાયી થતા બે શ્રમિકોનાં મોત

29 May 2020 02:33 PM
Amreli
  • લાઠીના જુના મકાનની દિવાલ ધરાશાયી થતા બે શ્રમિકોનાં મોત

રાજુલાના વાવેરા ગામે પૈસાની ઉઘરાણી પ્રશ્ર્ને વૃદ્ધ પર હુમલો

(મિલાપ રૂપારેલ)
અમરેલી, તા. ર9
લાઠીમાં જૂના મકાનની દીવાલ પાડવા જતાં ર શ્રમિકો દબાઇ જતા બન્ને શ્રમિકોનાં મોતથી અરેરાટી ફેલાઇ છે.
લાઠી ગામે રહેતા મહેબુબભાઈ બશીરભાઈ મલેકે તે જ ગામે રહેતા ધીરૂભાઈ કરશનભાઈ વાવડીયાના જૂના મકાનનો મલબો પાડવા માટે કામ રાખેલ હોય, જે મકાનની દીવાલ પાડવા જતાં બાજુની દીવાલ જર્જરીત હોય, અકસ્માતે દીવાલ આ મહેબુબભાઈ તથા ભાવેશભાઈ હમીરભાઈ મેર ઉપર પડતા આ બન્ને ઈસમો દીવાલ નીચે દબાઈ જતાં ગંભીર ઈજાઓ થતાં બન્નેના મોત નિપજયા હતા. જયારે અન્ય બે લોકોને નાની મોટી ઈજાઓ થવા પામ્યાનું લાઠી પોલીસમાં જાહેર થવા પામેલ છે.
વૃદ્ધ પર હુમલો
રાજુલા તાલુકાના વાવેરા ગામે રહેતા અને વેપારકરતા પુંજાભાઈ સોમાતભાઈ નામના 60 વર્ષીય વૃઘ્ધને કરીયાણાની દુકાન હોય અને તે દુકાનમાં વિનુભાઈ રામભાઈ ચુડાસમા તથા ભગાભાઈ રામભાઈ ચુડાસમા પાસે નામું બાકી હોય જે નામાના નાણાંની ઉઘરાણી કરતા જગાભાઈ રામભાઈ ચુડાસમા સહિત પ લોકોએ વૃઘ્ધને દુકાનમાંથી બહાર ખેંચી ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ રાજુલા પોલીસમાં નોંધાઈ છે.
મહિલાનું મોત
ખાંભા તાલુકાના ભાવરડી ગામે રહેતા મમતાબેન બાબુભાઇ ધાખડા નામની રપ વર્ષીય પરિણીતાને એક માસનો ગર્ભ હોય અને તેણી બિમાર રહેતા હોય જે અંગેની દવા ચાલુ હોય ત્યારે બુધવારે સવારે ઘરના પાટીયા ઉપર મુકેલ દવાની બાજુમાં પડેલ ઝેરી દવા પી લેતા તેણીને સારવાર માટે દવાખાને ખસેડાયેલ જ્યાં તેણીનું મોત નિપજયું હતું. મૃતક મહિલાના લગ્નને 3 વર્ષ થયા હોય જેથી બનાવ અંગે આગળની તપાસ નાયબ પોલીસ અધિક્ષક જે.કે.ચૌધરીએ હાથ ધરી છે.
જુગાર રમતા ઝડપાયા
અમરેલી બહારપરા ઘાંચીવાડ વિસ્તારના નુરી ટ્રાન્સપોર્ટ વાળી ગલીમાં જાહેરમાં ત્રણેક ઈસમો ગંજીપતાના પાના વડે પૈસાની હારજીતનો તીન પતીનો જુગાર રમી રમાડતા રોકડ રકમ રૂા. પ460 તથા ગંજીપતાના પાના નંગ-પર કિંમત રૂા. 0.00 મળી કુલ કિંમત રૂા. પ460ના મુદામાલ સાથે રેઈડ દરમિયાન પકડાય જઈ ગુન્હો કરેલ હોય તેના વિરૂઘ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરેલ છે. પકડાયેલ ઈસમોમાં યુનુસભાઈ સતારભાઈ જેઠવા, ફારૂકભાઈ કરીમભાઈ મીઠાણી, ઈમ્તીયાઝભાઈ કાદરભાઈ જવેરી છે.


Loading...
Advertisement