બાબરામાં ડાબી-જમણી દુકાનો ખોલવાની પદ્ધતિ રદ કરો : વેપારી મહામંડળની માંગ

29 May 2020 02:33 PM
Amreli
  • બાબરામાં ડાબી-જમણી દુકાનો ખોલવાની પદ્ધતિ રદ કરો : વેપારી મહામંડળની માંગ

પ્રાંત અને મામલતદારને વેપારીઓનું આવેદન

(દીપક કનૈયા) બાબરા, તા. ર9
કોરોના વાઇરસ રોગ ના કારણે સમગ્ર દેશમાં થંભી ગયો છે ત્યારે લોક ડાઉન ના કારણે દેશ ની ધંધાક્રીય અને ઉધયોગીત પરીસ્થિતી પડી ભાંગી છે સરકાર દ્વારા ચોથા તબકા ના લોક ડાઉન મા વેપારીઓ અને ઉધયોગીત માટે મંજૂરી આપવામાં આવી છે પણ સ્થાનિક તંત્ર ના નિયમો ના કારણે વેપારીઓ ને ભારે હાલાકી ભોગવી પડે છે આ બાબતે અમરેલી જીલ્લા મા તંત્ર ના ધર ની ધોરાજી ના નિયમો ને કારણે વેપારીઓ નો ધંધો થંભી ગયો અને ગ્રામી વિસ્તાર આવતા ખેડૂતો અને ગ્રાહકો ને જીવનજરૂરી ચીજવસ્તુ લેવા માટે હાલાકી ભોગવી રહ્યા છે.
અમરેલી વેપાર ધંધા રોજગાર માટે એકી બેકી તેમજ ડાબી જણમી સાઇટ ના ધંધા ખોલવા અને કડક નિયમો સાથે સવારે 8,થી સાજના 4 વાગ્યા સુધી દુકાનો ખુલી રાખવની એવી સરતી મંજુરી આપવામાં આવી છે બાબરા શહેર મા ડાબી જમણી લાઇન મા દુકાનો ખોલવાની આથી વેપારીઓ રેંકડી વાળા નાના ધંધાર્થીઓ કપરી પરિસ્થિતિ છે સરકાર તરફથી છુટછાટ આપવા મા આવી છે તો સાના કારણે વેપારીઓ ને હેરાનગતિ કરવામાં આવે છે વેપારીઓ ડાબી જમણી સાઇડ નિયમો અનુસાર પાલન કરે છે ત્યારે સ્થાનીક તંત્ર વેપારીઓ ને હેરાનગતિ કરે છે કોરોના મહામારી ના કારણે વેપારીઓ પણ સાવચેતી રાખી ને ધંધા કરે છે પણ પોલીસ તંત્ર દ્વારા હેરાનગતિ કરવામાં આવે છે.વેપારી મહામંડળ દ્વારા બાબરા મામલતદાર અને પ્રાંત અધિકારી ના માધ્યમથી રાજ્યપાલને વેપારી મહામંડળના ડાયાભાઇ શેલીયા શંભુભાઇ પાંચાણી ગાંડુ ભાઇ રાતડીયા શૌલેષભાઇ શૌલેષભાઇ કુબાવત સહીત આગેવાનો દ્વારા આવેદનપત્ર આપવામા આવ્યુ હતુ વેપારી મહામંડળના ડાયાભાઇ શેલીયા ગાડુંભાઇ રાતડીયા એ જણાવ્યું કે હાલ પરિસ્થિતિ ને લય નાના મોટા તમામ વેપારીઓ દયાજનક બની છે ત્યારે વેપારી મહામંડળ ના આગેવાનો વેપારીઓ ના મુદાઓ બાબતે સતત પ્રયત્નશીલ રહે છે.


Loading...
Advertisement