કુવાડવા રોડ પર ખાનગી બસમાંથી ત્રણ બીયરના ટીન સાથે બે ઝડપાયા

29 May 2020 02:31 PM
Rajkot Saurashtra
  • કુવાડવા રોડ પર ખાનગી બસમાંથી ત્રણ બીયરના ટીન સાથે બે ઝડપાયા

બસ ગુજરાત બહારથી આવી રહી હતી:પોલીસે બિયરના ટીન, બસ સહિત રૂા.10.06 લાખનો મુદામાલ કબ્જે કર્યો

રાજકોટ તા 29
શહેરના કુવાડવા રોડ પર પોલીસે ચેકીંગ દરમિયાન એક ખાનગી બસને અટકાવતા તેમાં બિયરના ત્રણ ટીન મળી આવ્યા હતાં.પોલીસે બિયર સાથે બે શખ્સોની ધરપકડ કરી બિયર અને બસ સહિત કુલ રૂ. 10,06,600 નો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.
જાણવા મળતી વિગતો મુજબ કુવાડવા પોલીસ મથકનો સ્ટાફ સાત હનુમાન પાસે ચેકીંગમાં હતા દરમિયાન જી.જે 14 ટી 635 નંબરની બસને અટકાવી તલાશી તેમાંથી પોલીસને બિયરના ત્રણ ટીન મળી આવ્યા હતા.જેથી પોલીસે બસ ચાલક અને ક્લીનર મુકેશ વિરાગભાઈ મોરી (ઉ.વ 35), મુકેશ હીરાભાઈ પરમાર (ઉ.વ 34)(રહે.મેંદરડા જી.જૂનાગઢ) ને ઝડપી લીધા હતા.
પોલીસે બિયરના આ ત્રણ ટીન કિં. રૂ 600 તથા લકઝરી બસ સહિત કુલ રૂ.10,06,600 નો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.બનાવ અંગે કુવાડવા પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.


Related News

Loading...
Advertisement