ધારી ગીર પૂર્વ દલખાણીયા રેન્જનાં બે સિંહોને તાત્કાલીક રેસ્કયુ કરાયા

29 May 2020 02:26 PM
Amreli
  • ધારી ગીર પૂર્વ દલખાણીયા રેન્જનાં બે સિંહોને તાત્કાલીક રેસ્કયુ કરાયા

અમરેલી, તા. ર9
ધારી ગીર પૂર્વની દલખાણીયા રેન્જહેઠળ બે સિંહોના રેસ્કયુકરવામાં આવ્યા હતા. સિંહોના રેસ્કયુ તકેદારીના ભાગરૂપે કરવામાં આવ્યા હતા. જેને હાલ નિરીક્ષણ હેઠળ રખાયા છે.
ધારી ગીરપૂર્વમાં ર6 જેટલા સિંહોના મોત બાદ વન્યપ્રાણીઓમાં કોઇ બીમારી અથવા બિમારી જેવું લાગતા રેસ્કયુ કરવામાં આવે છે. તેવા જ એક બનાવમાં ધારી ગીર-પૂર્વની દલખાણીયા રેન્જ હેઠળની કરમદડી રાઉન્ડમાંથી બે સિંહોને રેસ્કયુ કરી પાંજરે પુરવામાં આવ્યા હતા અને તકેદારીના ભાગરૂપે નિરીક્ષણ હેઠળ રખાયાનું જાણવા મળેછે. આ સિંહોને કયા પ્રકારની બિમારી અથવા રોગના લક્ષણો હશે તે વન વિભાગે જાહેર કર્યુ નથી.
આ અંગે એ.સી. એર ચીરાગ અમીનનો સંપર્ક કરવાની કોશીષ કરતા તેમનો સંપર્ક થઇ શકયો નહોતો અને ઉચ્ચ અધિકારીઓ પોતાની એ.સી. ચેમ્બરમાં બેસી સિંહ સંરક્ષણની મસ મોટીવાતો અને પોકળ દાવા કરી રહયા છે. ત્યારે, સિંહના મોતનો સિલસિલો હજુ પણ યથાવત છે અને મોતનો આંક 30 પહોંચી ગયો છે.


Loading...
Advertisement