વન ખાતાની કચેરીનું લોકડાઉન વચ્ચે ઉદઘાટન : સોશ્યલ ડિસ્ટન્સના ધજીયા ઉડયા

29 May 2020 02:25 PM
Veraval
  • વન ખાતાની કચેરીનું લોકડાઉન વચ્ચે ઉદઘાટન : સોશ્યલ ડિસ્ટન્સના  ધજીયા ઉડયા

ગીરગઢડાના ઝાંખીયા ગામે કચેરીના ઉદઘાટન માટે આવેલા તમામ સામે ગુનો નોંધવાની માંગ

કોડીનાર તા.29
સમગ્ર દેશમાં કોરોનાની મહામારીથી બચવા લોકડાઉન ચાલે છે અને તંત્ર તેનો અમલ કરાવવા મથામણ કરી રહી છે. ત્યારે ગીરગઢડાના ઝાંખીયા ગામ નજીક નવનિર્મિત રાઉન્ડ ફોરેસ્ટ ઓફિસનું ઉદઘાટન વનતંત્રના અધિકારીઓની ઉપસ્થિતિમાં સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્કની ઐસીતૈસી કરીને કરવામાં આવતા અને આ ઓફિસના ઉદઘાટના ફોટા સોશ્યલ મીડિયામાં ફરતા થતા વનખાતાના આ તમામ ઉપસ્થિત કર્મચારીઓ સામે જાહેરનામા ભંગ સહિતના પગલા ભરવા માટે કોડીનારના આરટીઆઇ કાર્યકર્તા મહેશભાઇ મકવાણા એ ભારતના વડાપ્રધાન કાર્યાલય રાજયના મુખ્યમંત્રી સહિત લાગતા વળગતાને એક વિસ્તૃત પત્ર અને ઉદઘાટનના ફોટા મોકલી પગલા લેવા માંગણી કરી છે.સમગ્ર દેશમાં લોકડાઉનને પગલે 144નું જાહેરનામુ બહાર પાડી લોકો સોશ્યલ ડિસ્ટન્ટનું પાલન કરવા ઉપરાંત ચહેરા ઉપર માસ્ક પહેરવું ફરજીયાત કરવામાં આવ્યું છે. ત્યારે આજરોજ ગીર જંગલમાં ઝાંખીયા ગામે નવનિર્મિત રાઉન્ડ ફોરેસ્ટ ઓફિસનું ઉદઘાટન વનવિભાગના જવાબદાર અધિકારીઓ એસીએફ જૂનાગઢના ના.એફઓ, સબડીએફઓ અને બાબરીયા રેન્જ સહિતના વન ખાતાના કર્મચારીઓએ તમામ નીતિ નિયમ નેવે મુકયા હતા. ત્યારે સામાન્ય અને અજાણ પ્રજા ભૂલ કરે તો તેના ઉપર પગલા લેવામાં સુરૂ પુરૂ તંત્ર આ વનતંત્રના અધિકારીઓ સહિતના કર્મચારીઓ સામે પગલા ભરે તેવુ મહેશભાઇ મકવાણાએ જણાવ્યું છે.


Loading...
Advertisement