બાઇક પર જતી મહિલાને પ્રેગનન્સીનો દુ:ખાવો ઉપડતા ચૌટા ચેકપોસ્ટ પર એમ્બ્યુલન્સ બોલાવી

29 May 2020 02:22 PM
Porbandar
  • બાઇક પર જતી મહિલાને પ્રેગનન્સીનો દુ:ખાવો ઉપડતા ચૌટા ચેકપોસ્ટ પર એમ્બ્યુલન્સ બોલાવી

પોરબંદર જીલ્લા વહીવટી તંત્રની સંવેદનશીલ કામગીરી

(બી.બી.ઠકકર)
રાણાવાવ, તા. ર9
પોરબંદર જિલ્લા વહિવટીતંત્ર દ્રારા કોરોના વાઇરસ સામે જાગૃતિ સલામતીની સાથે સાથે સંવેદનશીલ સેવાકીય કામગીરી પણ હાથ ધરવામાં આવે છે. રાજ્ય સરકારના સારવાર - સુશ્રુષાના સંવેદનશીલ અભિગમની પ્રતીતિ તાજેતરમાં પોરબંદર ચૌટા ચેકપોસ્ટ પર શ્રમિક વર્ગની પ્રેગનન્ટ મહિલાના પરિવારજનોને થઇ હતી.
ચૌટા ચેકપોસ્ટ પર ફરજ બજાવતા આરોગ્ય વિભાગ ડો.વિક્રમજીત પાશ્વને આ અંગે માહિતી આપતા જણાવ્યુ હતુ કે, થોડા દિવસ પહેલા ચૌટા ચેકપોસ્ટ પર બહારથી આવેલા વાહનોનું સ્ક્રિનીંગ ચાલી રહ્યુ હતુ ત્યારે પરિવારજન દ્રારા એક પ્રેગનન્ટ મહિલાને બાઇક પર બેસાડી કુતિયાણા તરફ લઇ જવામાં આવી રહી હતી. આ એન્ટ્રી પોઇન્ટ પરથી પસાર થતા માણાવદરમાં રહેતી આ મહિલાને સાત માસની પ્રેગ્નેંસી હોય અને અચાનક અસહ્ય દુ:ખાવો થતા ફરજ પરના ડોકટર અને સ્ટાફે જરા પર વિલંબ કર્યા વગર તાત્કાલિક આરોગ્ય વિભાગની એમ્બ્યુલન્સ બોલાવી હાઇ રિસ્ક સગર્ભા બહેનની પ્રાથમિક સારવાર કરી પોરબંદરની આશા હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા. કુતિયાણા મામલતદાર અને તાલુકા હેલ્થ ઓફીસર દ્રારા અને સમગ્ર ટીમ દ્રારા સગર્ભા માતાના સ્વાસ્થ્યની સંભાળ સાથે માનવતા મહેકાવવામાં આવી હતી. માત્ર 10-15 મીનિટમાં જ સારવાર માટે વાહન તેમજ મહિલા પાસે દવાની ફાઇલ હોય તેના આધારે જ્યાં દાખલ કરવાના હતા ત્યા પણ સંપર્ક કરી જરૂરી ટેલી મેડિસીન કાઉન્સેલીંગ કરી સહકાર મળતા આ મહિલાના પરિવારજનોએ રાજ્ય સરકાર અને જિલ્લા તંત્રનો સંવેદના દાખવવા સબબ આભાર માન્યો હતો.


Loading...
Advertisement