જસદણના જંગવડ ગામે કોરોના પોઝિટીવ કેસના પગલે આખો વિસ્તાર સીલ

29 May 2020 02:13 PM
Jasdan
  • જસદણના જંગવડ ગામે કોરોના પોઝિટીવ કેસના પગલે આખો વિસ્તાર સીલ

અગ્રણીઓ દ્વારા ગરીબોને ઘરે-ઘરે કિટ વિતરણ

(નરેશ ચોહલીયા)જસદણ,તા. 29
જસદણના જંગવડ ગામે એક વૃધ્ધાને કોરોના પોઝીટીવ આવ્યો હોવાથી આખો વિસ્તાર કોર્ડન કરાયો છે.
આ વિસ્તારમાં મોટાભાગનાં ગરીબ અને મજુર પરિવારો રહેતા હોવાથી તેને કોઇ મુશ્કેલી ન પડે તે માટે પુર્વ ધારાસભ્ય અને સરદાર પટેલ જળ સંચય યોજનાના અધ્યક્ષ ડો. ભરતભાઈ બોઘરા દ્વારા રુબરુ જઇને અનાજ કરીયાણાની કીટ બકાલુ આપવા સાથે રોજ એક એક લીટર દૂધ જરુરિયાતમંદ પરિવારોને આપવામાં આવે છે.
કોરોના અને લોકડાઉન વચ્ચે જિલ્લા ભાજપ મહામંત્રી ડો. ભરતભાઈ બોઘરાએ જસદણ તથા વિંછીયા તાલુકાના ગામડે ગામડે જઇને જરુરિયાતમંદ પરિવારોને ચાર હજાર અનાજ કરીયાણાની કીટોનું વિતરણ કર્યું હતું તથા મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી રાહત ફંડમાં પણ યોગદાન આપ્યું હતુ. આ તકે ઉદ્યોગપતિ ભુપતભાઈ ભાયાણી, ગીરધરભાઈ ભુવા, તા.ભા. પ્રમુખ વલ્લભભાઈ રામાણી, વિરનગર સરપંચ પરેશભાઈ રાદડીયા, જંગવડ સરપંચ દિનેશભાઈ સિધ્ધપરા, પીએસઆઈ મેતા, ટીડીઓ બેલીમ સાથે રહ્યા હતા.


Loading...
Advertisement