જૂનાગઢમાં દારૂબંધી માત્ર કાગળ પર : મનપાની કચેરીની પેટીઓમાં દારૂની ખાલી બોટલોના ઢગલા

29 May 2020 02:11 PM
Junagadh Saurashtra
  • જૂનાગઢમાં દારૂબંધી માત્ર કાગળ પર : મનપાની કચેરીની પેટીઓમાં દારૂની ખાલી બોટલોના ઢગલા

કચરા પેટીમાં ખાલી બોટલો ફેંકનાર સીસીટીવીમાં કેદ : તપાસ

જૂનાગઢ,તા. 29
જૂનાગઢ મનપા કચેરીની કચરા પેટીમાંથી ગઇકાલે દારુની ખાલી બોટલો મળી આવી હતી. આ અંગેની જાણ પોલીસને કરાતા પોલીસે મનપા ખાતે જઇ સીસીટીવી ફૂટેજની ચકાસણી કરતા એક વ્યક્તિ ખાલી બોટલ મુકતા દેખાતા પોલીસે આ શખ્સની તપાસ શરુ કરી છે.ગુજરાતમાં દારુબંધી વચ્ચે ગઇકાલે જૂનાગઢ મનપા કચેરીના પ્રથમ માળે આવેલી લોબીમાં મુકેલી કચરા ટોપલીમાંથી દારુની બે ખાલી બોટલ મળી આવી હતી જેની અધિકારીને જાણ થતાં પોલીસને જાણ કરવામાં આવતા બી ડીવીઝન પોલીસે આવી સીસીટીવી ફૂટેડની તપાસ હાથ ધરતા એક વ્યક્તિ કચરા પેટીમાં ખાલી બોટલ મુકતા દેખાયો તો. મનપા કચેરીમાં કોણ કઇ રીતે દારુ લઇ આવવાવાળો કોણ ? કોણે દારુ પીધો તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે. જેની તપાસ રંગમહેલમાં રાત્રિ દરમિયાન મહેફીલો થાય છે જેની તપાસ પણ જરુરી છે.


Related News

Loading...
Advertisement