ધોરાજીના કોરોના કેર સેન્ટર ખાતે વધુ 40 સેમ્પલો લેવાયા : બપોરે રિપોર્ટ

29 May 2020 02:10 PM
Dhoraji
  • ધોરાજીના કોરોના કેર સેન્ટર ખાતે વધુ 40 સેમ્પલો લેવાયા : બપોરે રિપોર્ટ
  • ધોરાજીના કોરોના કેર સેન્ટર ખાતે વધુ 40 સેમ્પલો લેવાયા : બપોરે રિપોર્ટ

કવોરન્ટાઈન કરાયેલ 29 વ્યક્તિઓનો રિપોર્ટ નેગેટીવ : આજે રજા અપાશે

ધોરાજી,તા. 29
ધોરાજીનાં કોરોના સેન્ટર ખાતે ધોરાજીના 6, જેતપુરના 20, જામકંડોરણા 13 અને ઉપલેટાના 1 મળી કુલ 40 સેમ્પલ લેવાયા હતા જેનો રિપોર્ટ બપોરે 4 કલાકે આવશે.
તેમજ ધોરાજીનાં નડીયા કોલોની ખાતે કોરોના પોઝીટીવ દર્દીના કોન્ટેક્ટમાં આવેલ તમામ 29 વ્યક્તિઓનો કોરોના રિપોર્ટ નેગેટીવ આવેલ.
આ તમામને આજે ફેસીલીટી કોરોન્ટાઇનમાંથી આજે રજા અપાશે. જેમાં પોલીસ જીઆરડી જવાનો અને બહારપુરા વિસ્તારનો લોકોનો રિપોર્ટ નેગેટીવ આવતા આજે રાજકોટથી રજા અપાશે. કોરોના પોઝીટીવ દર્દીને હજુ રાજકોટ ઓબ્ઝર્વેશનમાં રાખેલ છે.


Loading...
Advertisement