મંત્રશક્તિના અદ્ભૂત રહસ્યોને ઉજાગર કરતો અનુઠો કાર્યક્રમ : મંત્ર એક મહાશક્તિ કાલે ઓનલાઈન પર

29 May 2020 02:09 PM
Rajkot Saurashtra
  • મંત્રશક્તિના અદ્ભૂત રહસ્યોને ઉજાગર કરતો અનુઠો કાર્યક્રમ : મંત્ર એક મહાશક્તિ કાલે ઓનલાઈન પર

આ.શ્રી કુલચંદ્રસૂરિજી (કે.સી.) મ. તથા રાષ્ટ્રસંત પૂ. નમ્રમુનિ મ.ની પ્રેરણા: નવકાર પરિવારનું અલૌકિક આયોજન : મંત્રશક્તિના અદ્ભૂત પ્રભાવોને જાણવા સમજવાનો દિવ્ય અવસર

રાજકોટ,તા. 29
નવકાર પરિવાર દ્વારા આવતીકાલ તા. 30નાં શનિવારે મંત્રશક્તિના અદભૂત રહસ્યોને ઉજાગર કરતો એક અલૌકિક આયોજન ઓનલાઈન કરવામાં આવેલ છે. મંત્ર એક મહાશક્તિ (પાવર ઓફ મંત્ર) વિષય પર ફેસબુક પર કાર્યક્રમ યોજાશે.
મંત્રશક્તિના અદભૂત પ્રભાવોને જાણવા-સમજવા હેતુ આ આયોજન કરવામાં આવેલ છે. તા. 31મીનાં રવિવારે નવકાર પરિવાર દ્વારા નમસ્કાર મહામંત્રના સામૂહિક જાપ યોજાનાર છે. 1 અબજ જાપથી વિશ્ર્વ રેકોર્ડ સર્જાશે. પંદર લાખથી વધુ જૈન-જૈનેતર આ ઇવેન્ટમાં ભાગ લેશે. કોરોના મહામારીને શાંત કરવા હેતુ આ અલૌકિક કાર્યક્રમ યોજાશે.
શ્રી નમસ્કાર મહામંત્રના સામુહિક જાપની પૂર્વ સંધ્યાએ મંત્ર એક મહાશક્તિ કાર્યક્રમનું આયોજન કરાયું છે. આવતીકાલ તા. 30મીના બપોરે ચાર વાગે યોજાનાર કાર્યક્રમનાં પ્રેરક ગુરુ પ્રેમના આજીવન ચરણોપાસક આ.ભ. પૂ. શ્રી કુલચંદ્રસૂરિજી (કે.સી.) મહારાજ તથા રાષ્ટ્રસંત પૂ. નમ્રમુનિ મહારાજ છે. ઉપરોક્ત કાર્યક્રમને ખાસ શ્રી કુમારપાળ દેસાઈ, ડો. રમજાન હસનિયા, 10 કરોડ મહામંત્રના આરાધક નરેન્દ્રભાઈ નંદુ તથા અતુલભાઈ વ્રજલાલ શાહ વગેરેએ સહોયગ આપ્યો છે.
આવતીકાલનો બપોરના ચાર વાગ્યાનો મંત્ર એકમહાશક્તિ કાર્યક્રમનું ૂૂૂ.રફભયબજ્ઞજ્ઞસ.ભજ્ઞળ/ક્ષફદસફિ ાફશિદફિ સાઈટ પરથી જીવંત પ્રસારણ થશે.


Related News

Loading...
Advertisement