અકસ્માતમાં ટોટલલોસ વાહનનો વિમો ચુકવવામાં કંપનીના ધાંધીયા : કાનૂની કાર્યવાહી

29 May 2020 12:50 PM
Veraval
  • અકસ્માતમાં ટોટલલોસ વાહનનો વિમો ચુકવવામાં કંપનીના ધાંધીયા : કાનૂની કાર્યવાહી

કોડીનારના વેપારીને વિમા કંપની ધક્કા ખવડાવતી હોય હવે કાયદાકીય તજવીજ

કોડીનાર તા.29
કોડીનારના એક વેપારીએ નવી ખરીદ કરેલ બજાજ પલ્સર મોટર સાયકલ અકસ્માતે ટોટલ લોસ થઇ જતા. આ મોટર સાયકલનો બજાજ એલાયન્ઝ જનરલ ઇન્સ્યુરન્સ કાું. દ્વારા મોટર સાયકલનો વિમો ચુકવવામાં બહાના બતાવતી હોય વેપારી દ્વારા બજાજ ઇન્સ્યોરન્સ કાું.ને કાનૂની નોટીસ આપી તાત્કાલીક અકસ્માત થયેલી મોટર સાયકલનો વિમો ચૂકવવા માંગણી કરી છે.
કોડીનારના ઉના રોડ-પાંજરાપોળ પાસે રહેતા સુમિત કાનાભાઇ ચૂડાસમાએ બજાજ કાું.માંથી પલ્સર મોટર સાયકલ ખરીદ કરી હતી. નવી ખરીદાયેલ આ મોટર સાયકલનો કુલ વિમો બજાજ ઇન્સ્યુરન્સ કાુંમાંથી લીધો હતો. દરમ્યાન સુમિતભાઇની મોટર સાયકલનું ગત તા.9 ફેબ્રુઆરીના રોજ અકસ્માત થતા મોટર સાયકલ ટોટલ લોસ થઇ ગઇ હતી. જેની જાણ બજાજ કાું.ને કરતા તેઓએ વિમા અંગે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી અને સુમિતભાઇએ કંપનીના જવાબદાર કર્મચારી મારફત જરૂરી કાગળો સાથે કલેઇમ પણ દાખલ કરેલ.
બાદ બજાજ કાું. દ્વારા ગ્રાહકને કલેઇમ ચૂકવવા ધાંધીયા ચાલુ કરતા હાલ બજાજ કાું.ને કાનુની નોટીસ આપી વિમો ચૂકવવા માંગણી કરી છે. આમ છતાં વિમો નહી ચૂકવાય તો સુમિતભાઇ ગ્રાહક સુરક્ષા મંડળ સહિતમાં દાદ માંગવા તજવીજ હાથ ધરી છે.


Loading...
Advertisement