સામખીયાળી ગ્રા. પં. દ્વારા કોરોના વોરિયર્સનું સન્માન

29 May 2020 12:44 PM
kutch
  • સામખીયાળી ગ્રા. પં. દ્વારા કોરોના વોરિયર્સનું સન્માન
  • સામખીયાળી ગ્રા. પં. દ્વારા કોરોના વોરિયર્સનું સન્માન

ભચાઉ, તા. ર9
સામખીયારી ગ્રામ પંચાયત દ્વારા પંચાયત મધ્યે જીલ્લા પંચાયત સદસ્ય નાગલબેન બાળા ના અધ્યક્ષ સ્થાને પોતાના જીવ અને પરિવાર ની ચીંતા કર્યા વગર જ્યારથી લોકડાઉન જાહેર થયો છે ત્યારથી વિવિધ સંસ્થાઓ તથા તંત્રના અધિકારીઓ જે રાતદિવસ જોયા વગર મહેનત કરી રહ્યાં છે તેવા કોરોના વોરિયર્સ સામખીયારી સીનિયર પીએસઆઈ એન વી રેવર આરોગ્ય સ્ટાફના ડો. જે. કે. બારડ સાથે સ્ટાફના દેવેન્દ્રકુમાર ધવલ, મનીષાબેન વાણવી, પુનમબેન ગુસાઇ, હેતલબેન કોરડીયા, તક્ષીલ પટેલ વિગેરે સાથે શિક્ષણ વિભાગના શિક્ષકો વસંતભાઈ દરજી, અનીલભાઇ ઠક્કર, ઓમપ્રકાશ ગુપ્તા, ભરતભાઈ સોલંકી, સત્કાર્ય ગ્રુપ તથા આદેશ મિત્ર મંડળ વતિથી ધનસુખભાઇ ઠક્કર, હરીભાઇ હેઠવાડીયા, મહેશ આહિર, ભાવેશ સુથાર, સુરેશ બાવાજી, આંગળવાડી સ્ટાફના કવિતાબેન ગુસાઇ, રઝીયાબેન રાઉમા પંચાયત સ્ટાફના રામજી બાળા, ઇશ્વર મારાજ, નીતીન મારાજ, હીરાભાઇ આહીર આશા વર્કર સ્ટાફની તમામ બહેનો વિગેરેનાઓને માજી સરપંચ ચનાભાઇ બાળા, સરપંચ સતીબેન બાળા, ઉપસરપંચ અમીનભાઇ રાઉમા તથા પંચાયત સદસ્યો ના હસ્તે તમામ કોરોના વારીયર્સો ને સાલ ઓઢાડી સન્માન પત્ર આપવામાં આવેલા સાથે સાથે જે બે પોઝીટીવ કેસ આવેલા અને તેઓ કોરોનાને માત આપી ઘરે પરત ફરેલા તે બને નું પણ સરપંચે સાલ ઓઢાડી તાડીઓ વગાડી સર્વેએ સ્વાગત કર્યું હતું આ સમગ્ર કાર્યક્રમ નું સંચાલન તલાટી જયેન્દ્રસિંહ વાઘેલા એ કરેલ.


Loading...
Advertisement