અયોઘ્યામાં ફરી રામ મંદિર નિર્માણ સામે પાકિસ્તાનનાં નિવેદનનો છેદ ઉડાડતુ ભારત

29 May 2020 12:19 PM
India
  • અયોઘ્યામાં ફરી રામ મંદિર નિર્માણ સામે પાકિસ્તાનનાં નિવેદનનો છેદ ઉડાડતુ ભારત

મંદિર નિર્માણ અંગે ઇસ્લામાબાદને કંઇ લેવા-દેવા નથી : ભારત વિદેશ મંત્રાલય

નવીદિલ્હી તા.29
ગત બુધવારે પાકિસ્તાની વિદેશી કાર્યાલયએ ભારતમાં રામમંદિર નિર્માણ અંગે એક નિવેદનમાં જણાવેલ હતું કે દુનિયા જયારે કોવીડ-19 મહામારી સામે ઝઝુમી રહી છે ત્યારે ભાજપ આરએસએસ ગઠબંધન હિન્દુત્વનાં એજન્ડાને આગળ વધારી રહ્યા છે. પાકિસ્તાનની આ ટીપ્પણી સામે ભારતે પણ જવાબ આપતા જણાવેલ હતું કે પહેલા તમારા હાલ જુઓ.

ભારતીય વિદેશ મંત્રાલયનાં પ્રવકતાએ એવુ પણ જણાવેલ હતું કે અયોઘ્યામાં રામમંદિર નિર્માણ સંબંધે પાકિસ્તાનને કંઇ લેવા-દેવા નથી. વિદેશ મંત્રાલયના પ્રવકતા અનુરાગ શ્રીવાસ્તવે જણાવેલ હતું કે રામ મંદિર નિર્માણ શરૂ કરવા સંબંધે ઇસ્લામાબાદને કાંઇ લેવા દેવા નથી પાકિસ્તાને પહેલા તેનો રેકોર્ડ જોવો જોઇએ.


Related News

Loading...
Advertisement