ગુજરાત પરપ્રાંતિય મજૂરોના ટ્રેન ભાડા ભોગવશે: હાઈકોર્ટની લાલ આંખ બાદ નિર્ણય

29 May 2020 12:17 PM
Ahmedabad Gujarat
  • ગુજરાત પરપ્રાંતિય મજૂરોના ટ્રેન ભાડા ભોગવશે: હાઈકોર્ટની લાલ આંખ બાદ નિર્ણય

ગુજરાતમાંથી 13.84 લાખ કામદારો જો કે અગાઉ જ 953 ટ્રેન મારફત વતન પરત ગયા છે

અમદાવાદ: પરપ્રાંતીય કાયદાઓની હિજરતના મુદે એક તરફ સુપ્રીમ કોર્ટ કેન્દ્ર અને રાજય સરકારો પર જબરી પસ્તાળ પાડી હતી તો બીજી તરફ ગુજરાત હાઈકોર્ટ પણ આ મજુરોના પ્રત્યે સહાનુભૂતી અને શાસનની કાર્યપદ્ધતિ અંગે આકરુ વલણ અપનાવતા રાજય સરકારે હવે જે પરપ્રાંતીય ખાસ ટ્રેન મારફત તેમના વતન નવા માંગી છે તેમનું ટ્રેન ભાડુ ચૂકવવા ખાતરી આપી હતી.

રાજય સરકારે હાઈકોર્ટના પ્રશ્નોના જવાબમાં કહ્યું કે તામિલનાડુ, ઓડીસા, ઉતરપ્રદેશ જેવા રાજયો તેમના મજૂરો જે પરત આવી રહ્યા છે તેમના ટ્રેનના ભાડા જે તે રાજયો ભોગવે છે પણ બાકીના રાજયોના મજૂરોને લઈ જતી શ્રમીક સ્પે. ટ્રેનનું ભાડું હવે રાજય સરકાર ભોગવશે તે તા.24ના નિર્ણય લેવાયો છે. ગત તા.22ના ગુજરાત સરકારે હાઈકોર્ટ સમક્ષ એવો તર્ક રજૂ કર્યો કે જે કાયદાએ રાજયના ઈન્ટરસ્યેટ- માઈગ્રન્ટ વર્કર એકટ હેઠળ નોંધાયેલા છે. તેઓના જ ભાડા રાજય સરકાર ચૂકવશે. આ સંખ્યા ફકત 7512 છે જયારે ગુજરાતમાં લાખો પરપ્રાંતીય કામદારો છે.

સરકારે એવો દાવો કર્યો કે તમામ 22.5 લાખ મજૂરોના ભથ્થા (ભાડા) ચૂકવવા તે જવાબદાર નથી. બાદમાં હાઈકોર્ટ રેલવેને ખાસ ટ્રેનો માટે જે બે તરફના ભાડા ગણીને ટિકીટ પર નિશ્ચિત થયા છે તેના ખર્ચ એક તરફી જ ભાડા ગણવા અને તે રકમ રાજય સરકાર ભરશે તેવો આદેશ આપ્યો હતો.હાઈકોર્ટ રાજય સરકારને તે પણ તાકીદ કરી હતી કે હવે આ હિજરતી પરિવારોને કોઈ મુશ્કેલી પડવી જોઈએ નહીં.

રાજય સરકારે બાદમાં હાઈકોર્ટને જાણ કરી કે તા.27 મેની સ્થિતિએ 13,84,023 પરપ્રાંતિય કામદારો 953 ટ્રેન મારફત રાજયમાંથી પરત ગયા છે જેમાં સુરતમાંથી જ 423 ટ્રેનની 6.21 લાખ કામદારોની વતન વાપસી થઈ છે.

હાઈકોર્ટમાં કોંગ્રેસના ધારાસભ્ય નૌષાદ સોલંકીએ એક અલગ અરજીથી પરપ્રાંતીય કામદારો જે પાડોશી રાજયમાં જવા માગતા હોય તેઓ માટે એસ.ટી.બસની વ્યવસ્થા કરવી જોઈએ.


Related News

Loading...
Advertisement