ચીને કોરોના પર મેળવેલા કાબુનું રહસ્ય જેઠીમધ?: ભારતમાં પરીક્ષણ શરૂ

29 May 2020 12:15 PM
India World
  • ચીને કોરોના પર મેળવેલા કાબુનું રહસ્ય જેઠીમધ?: ભારતમાં પરીક્ષણ શરૂ

શું જેઠીમધ કોરોનાનો કાળ બનશે?: ચીનમાં 2003માં સાર્સ વાયરસ સામે ભારતીય પરંપરાગત ઔષધિ જેઠીમધ કારગત નિવડેલી

નવી દિલ્હી તા.29
દુનિયામાં કોરોના મહામારી સામે ઝઝૂમી રહી છે પરંતુ ચીને આ રોગ પર આખરે કેવી રીતે કાબૂ મેળવ્યો તે આજે પણ રહસ્ય છે. પરંતુ ભારતીય વૈજ્ઞાનિકોનું માનવું છે કે, ચીને પોતાની હર્બલ ચિકિત્સામાં જેઠીમધનો ઉપયોગ કરીને આ બીમારી પર કાબુ મેળવ્યો હોવો જોઈએ. આ કારણે વૈજ્ઞાનિકો અને ઔદ્યોગીક અનુસંધાન પરિષદ (સીએસઆઈઆર) એ આયુષ વિભાગની સાથે મળીને જેઠી મધનું કોરોના દર્દીઓ પર પરીક્ષણ આરંભ કરી દીધું છે.

દેશના અનેક કેન્દ્રો પર આ પરીક્ષણ શરૂ થઈ ગયા છે.જેઠી મધના ઉપયોગને લઈને અનેક તથ્યો બહાર આવ્યા છે જેમાં એક વર્ષ 2003માં જયારે સાર્સ શરૂ થયો હતો ત્યારે ફ્રેન્કફર્ટ યુનિવર્સિટીની ઈન્સ્ટીટયુટ ઓફ વાયરોલોજીનું એક સંશોધનપત્ર ‘લાન્સેટ’માં પ્રકાશિત થયું હતું, જેમાં જેઠીમધને સાર્સ વાયરસ સામે અસરકારક માનવામાં આવ્યું હતું. બીજું ફેબ્રુઆરીમાં કેટલાક રિપોર્ટ બહાર આવ્યા હતા. જેમાં ચીને કોવિડ 19ના ઉપચારમાં પોતાની જે પારંપરિક દવાઓનો ઉપયોગ કર્યો હતો તેમાં જેઠીમધ પણ સામેલ હતું. કોરોનાના 87 ટકા દર્દીઓને આ દવા આપવામાં આવી હતી, જેનાથી તેઓ સ્વસ્થ થયા હતા.

સીએસઆઈઆરના વૈજ્ઞાનિક ડો. રામ વિશ્વકર્માના અનુસાર ચીનમાં કોરોના સંકટ દરમિયાન જેઠીમધના વેચાણમાં વધારો થયો હતો. આશા છે કે આ દવા કોવિડ-19ના ઉપચારમાં ઉપયોગી થઈ શકે છે. આયુષ મંત્રાલયના સલાહકાર મનોજ નેસારીએ જણાવ્યું હતું કે આયુર્વેદમાં જેઠીમધનો ઉપયોગ સૂકી ઉધરસ માટે થાય છે. કોરોનામાં પણ સૂકી ઉધરસ થાય છે, તેમણે જણાવ્યું હતું કે અમારા બહુ કેન્દ્રીય કલીનીકલ ટ્રાયલ શરૂ થઈ ગયા છે.

આગામી બે મહિનામાં સ્પષ્ટ થઈ જશે કે તે કેટલા ઉપયોગી સાબીત થશે. નેસાણીએ વધુમાં જણાવ્યું હતું કે જેઠીમધ સહિત આયુષની ચાર ફોર્મ્યુલાને વૈજ્ઞાનિક કસોટીએ પારખવામાં આવી રહી છે. જેઠીમધ ભારતની દવા છે. ચીની પરંપરાગત ચીકીત્સામાં તેનો બાદમાં ઉપયોગ શરૂ થયેલો.


Related News

Loading...
Advertisement