ગોંડલની સુરજ મુછાળા પોલીટેકનીકને સરકારી કવોરન્ટાઇન સેન્ટર બનાવાઇ

29 May 2020 12:06 PM
Gondal
  • ગોંડલની સુરજ મુછાળા પોલીટેકનીકને  સરકારી કવોરન્ટાઇન સેન્ટર બનાવાઇ

54 વ્યકિતઓને કવોરન્ટાઇન કરાયા

ગોંડલ, તા. ર9
ગોંડલ પ્રાંત અધિકારી રાજેશકુમાર આલની યાદીમાં જણાવાયું છે કે વિશ્વ આરોગ્ય સંસ્થાદ્વારા કોરોના વાયરસને PANDEMIC જાહેર કરવામાં આવેલ છે. સદરહુ બાબતે કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા વખતો વખત વિવિધ માર્ગદર્શિકાઓ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.

કોરોના વાયરસથી સંક્રમિત થયેલ લોકોને સરકારી કવોરોન્ટાઈન સેન્ટર ખાતે કવોરન્ટાઇન કરી, કોરોના વાયરસની ભવિષ્યની અસરોને પહોંચી વળવા તેમજ રોગ અટકાયતનાં નિયંત્રણની કામગીરી ત્વરિત રીતે હાથ ધરી શકાય તે હેતુસર ગોંડલ તથા ધોરાજી સબ ડિવિઝનનાં ગોડલ, જેતપુર, ધોરાજી ઉપલેટા તથા જામકંડોરણા તાલુકા તથા રાજકોટ ગ્રામ્યના કોટડાસાંગાણી તાલુકાનાં કોરોના પોઝીટીવ પેશન્ટનાં ક્લોઝ કોન્ટેક્ટ માં આવેલ તમામ લોકોને સમાવિષ્ટ થઈ શકે તે માટે "સૂરજ મુછાળા પોલીટેકનીક કોલેજ, રાજકોટ-જેતપુર નેશનલ હાઈ-વે, ચોરડી, તા. ગોંડલ " ખાતે સરકારી કવોરોન્ટાઈન સેન્ટર તરીકે નિયત કરવામાં આવેલ છે.

તા.28/05નાં રોજ ઉકત કોવીડ કેર સેન્ટર ખાતે (38 પુરૂષ, 10 સ્ત્રી તથા 6 બાળકો મળી ) કુલ : 54 વ્યકિતઓ ને "સૂરજ મુછાળા પોલીટેકનીક કોલેજ, રાજકોટ-જેતપુર નેશનલ હાઈ-વે, મા.ચોરડી, તા. ગોંડલ " ખાતેના સરકારી કવોરોન્ટાઈન સેન્ટર ખાતે કવોરન્ટાઇન કરવામાં આવેલ છે.


Loading...
Advertisement